આમ આદમી પાર્ટીના મહેશ સવાણી અને ગુલાબસિંહ અનિશ્ચિતકાળથી તેઓની માંગણીઓ સરકાર સમક્ષ ન સંતોષાતા આમરણાંત ઉપવાસ પર હતા આજે તેમને એસવીપી હોસ્પીટલ ખાતે સંતો મહંતોના હસ્તે પારણા કર્યા હતા.
આમ આદમી પાર્ટી દ્વારા પેપર લીક કૌભાંડ મામલે વિવિધ જિલ્લા સ્તરે દેખાવો અને ઉપવાસ આંદોલન કરવામાં આવ્યા હતા જેના અનુસંધાને આપના નેતા મહેશ સવાણી અને ગુલાબસિંહ દ્વારા છેલ્લા છ દિવસથી સરકાર સમક્ષ આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં નૌતમ સ્વામી અને અન્ય મહંતો દ્વારા તેમની સાથે સમજાવટ કરવામાં આવી હતી અને સંતોએ જણાવ્યું સંતો દ્વારા સમજાવટ કરવામાં આવતા હતું કે આપ શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત છો વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા સરકાર સમક્ષ લડાઈ લડી રહ્યા છો પરંતુ ઉપવાસ આંદોલન એ છેલ્લો રસ્તો હોય છે. આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી અને ગુલાબસિંહ યાદવ છેલ્લા એક સપ્તાહથી આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય પર આમરણાંત ઉપવાસ પર બેઠા હતાં. આ દરમિયાન મહેશ સવાણીની તબિયત લથડી હતી. તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન ડોક્ટરોએ તેમને ઉપવાસ તોડવા માટે સલાહ આપી હતી, પરંતુ તેઓ પોતાના નિર્ણય પર અડગ હતા. દીકરીઓ અને સામાજિક આગેવાનોની સમજાવટ બાદ તેઓ ઉપવાસ તોડવા તૈયાર થયા છે.ઉપવાસ પર બેસેલા મહેશ સવાણીની તબિયત લથડતાં તેમને SVP હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. હાલના તબક્કે શારીરિક ક્ષમતાની કાળજી લેવી જોઈએ અને માનવીય શરીર ઈશ્વરની દેન છે આથી આમરણાંત પર ન ઉતરતા અન્ય માર્ગ અપનાવી સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરવી જોઈએ તેવું જણાવી સમજાવટ કરતાં નૌતમ સ્વામી મહંત મોહન દાસ સ્વામી થલતેજ અને ઋષિ ભારતીય સ્વામી સરખેજ સહિતના સંતો એ મહેશભાઈ સવાણીને લીંબુ શરબત પીવડાવી પારણા કરાવ્યા હતા.
‘આપ’ ના નેતા મહેશ સવાણીએ પારણાં કર્યાં.
Advertisement