સુરત શહેર સહિત સમગ્ર દેશમાં 12 ટકા જીએસટી દરને લઈ વિરોધ થઈ રહ્યો છે ત્યારે સુરત શહેરમાં વેપારીઓ દ્વારા સરકારને સદબુદ્ધિ મળે તે માટે હવન યજ્ઞ કરવામાં આવ્યો હતો.
આગામી 1 લી જાન્યુઆરીથી કાપડ પર 5 ટકાના બદલે 12 ટકા જીએસટી દર લાગુ કરવાના હવે માત્ર બે દિવસ બાકી છે ત્યારે સુરત શહેરમાં આવતીકાલે સુરતમાં સંપૂર્ણ માર્કેટ બંધ રાખી વિરોધ નોંધવશે ત્યારે આજે સારોલી સ્થિત આર.આર.ટી.એમ માર્કેટમાં વેપારીઓ દ્વારા સરકારને સદબુદ્ધિ મળે તે માટે હવન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં વેપારીઓ દ્વારા 12 ટકા જીએસટીનો વિરોધ કરવામાં આવ્યો હતો.
Advertisement