સુરતના અઠવાગેટ વિસ્તારમાં આવેલી વનિતા વિશ્રામ કોલેજના શિવગૌરી હોલ ખાતે NCC ના ડિફેન્સ સેક્રેટરી ડૉ.અજય કુમારે ૭૦ વિદ્યાર્થીઓ અને ૫૦ વિદ્યાર્થિનીઓ એમ કુલ ૧૨૦ NCC કેડેટસની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન ડિફેન્સ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, ‘કોરોના મહામારી દરમિયાન જરૂરિયાતમંદોને ફૂડ વિતરણ, ફ્રન્ટલાઈન વર્કર્સને મદદરૂપ થવાની ભાવના સાથે NCC એ કામ કર્યું હતું એ વાતથી ડિફેન્સ સેક્ટર ગર્વ અનુભવે છે. દેશના તમામ નાગરિકોને સમાન અધિકારો મળી શકે એ માટે આપણું શહેર,ગામ, સમાજ અને દેશ સાથે મળીને સર્વાંગી વિકાસ માટે આગળ વધવું જોઈએ.
NCC ના ડિફેન્સ સેક્રેટરી ડો.અજય કુમાર સુરત મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણમ સુરત NCC કેડેટ્સની મુલાકાત કરી હતી. અઠવાગેટ ખાતે આવેલ વનિતા વિશ્રામ કોલેજના હોલમાં આયોજિત કાર્યક્રમમાં તેઓએ વિશેષ હાજરી આપી હતી. જ્યાં તેઓએ NCC કેડેટ્સના વિધાર્થીઓની મુલાકાત પણ કરી હતી. ડો.અજય કુમારે મુલાકાત દરમ્યાન વિધાર્થીઓને માર્ગદર્શન પણ આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, ‘પુનિતસાગર’ અભિયાન થકી તા.૩૧ ડિસે. ૨૦૨૧ સુધી NCC કેડેટ્સ દ્વારા મહાસાગરો, નદીઓ અને સમુદ્ર કિનારાઓને સ્વચ્છ કરવામાં આવી રહ્યાં છે. બોર્ડર્સ અને કોસ્ટલ ક્ષેત્રમાં ૧૦૦૦ થી વધુ સ્કૂલ-કોલેજોમાં NCC ની શરૂઆત કરવામાં આવી છે. ૧૫ ઓગષ્ટના દિવસે દિલ્હીના વોર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ અપાશે. જેમાં સમગ્ર દેશના શહીદોને ‘શહીદો કો શત શત નમન’ પ્રોગ્રામ અંતર્ગત NCC કેડેટ્સ અને ઓફિસર્સ શહીદોના પરિવારોને ટોમીનીયોર પ્લાન્ટ અર્પણ કરશે. અજય કુમારે સુરત NCC કેડેટસને માતૃભાષા સિવાય અન્ય એક-બે ભાષાઓ શીખવી જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો. જેના થકી જ્યારે પણ તેઓ અન્ય કેડેટસને મળે ત્યારે બંને વચ્ચે સન્માન અને આત્મીયતાની ભાવના કેળવાય અને દેશમાં એકતા અને અખંડિતતા જળવાઈ રહે તેવો મત વ્યક્ત કર્યો હતો. ‘એનસીસી ફોર સ્ટેચ્યુ’ કાર્યક્રમ અંતર્ગત દેશના ગૌરવવંતા વીરલાઓની પ્રતિમાનું સન્માન જાળવીએ એમ જણાવી તેમણે યુવાઓએ ટેકનોલોજી થકી ‘સ્વ’ નો વિકાસ સાધ્ય કરવો આવશ્યક છે એવો મત વ્યકત કર્યો હતો.આ કાર્યક્રમમાં NCC ગ્રુપ વડોદરા હેડક્વાર્ટરના ગ્રુપ કમાન્ડર NCC ડી.એસ.રાવત સહિત NCC ના ઉચ્ચ અધિકારીઓ, આર્મીના અધિકારીઓ અને કેડેટસ ઉપસ્થિત રહ્યા હતા.
ડિફેન્સ સેક્રેટરીએ સુરત એન.સી.સી કેડેટસની મુલાકાત લીધી.
Advertisement