સુરતના ઉધનામાં ગંદકીનું સામ્રાજ્ય છવાતાં ઉધના વિસ્તારના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ગંદકીના કારણે ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળે છે અનેક વખત આ વિસ્તારના કોર્પોરેટરોને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં ગંદકી અને કચરાનું કોઈ નિરાકરણ ન આવતા આખરે આ વિસ્તારના સ્થાનિક યુવકોએ કચરો ફેંકતા લોકોને પુષ્પ હાર પહેરાવી સમજાવવામાં આવ્યા હતા.
સુરતના ઉધનામા દિનપ્રતિદિન ગંદકીના ઢગ વધતા જાય છે જેના કારણે આ વિસ્તારના વિજયાનગર ખાતેના યુવાનોએ એક નવો ચીલો ચાતરી ગંદકી ફેલાવતા લોકોને પુષ્પ હાર પહેરાવી તેઓને ગંદકી ન કરવા અને કચરો જ્યાં ત્યાં ન ફેંકવા માટે સમજાવવામાં આવ્યા હતા. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સત્તાધીશો અનેક વખત સ્વચ્છતાની વાતો કરે છે તેમ છતાં સુરતમાં અનેક વિસ્તારોમાં ગંદકીના ઢગ જોવા મળે છે. ઉધના વિસ્તારના સત્તાધીશોને અનેક વખત ગંદકીના સામ્રાજ્યની રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કોઈ અસરકારક કામગીરી કરવામાં ન આવતા સુરતના ઉધના વિસ્તારમાં વિજયાનગરના યુવા પ્રમુખ અને સ્થાનિક રહીશો દ્વારા ગંદકીનો ફેલાવો કરતા અનેક લોકોને હાર પહેરાવી ગાંધી ચિંધ્યા માર્ગે ગંદકી ફેલાવવા માટેનું નવી મોહીમ શરૂ કરવામાં આવ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં લોકોને કચરો જ્યાં-ત્યાં ન ફેંકવો અને કચરાપેટીનો ઉપયોગ કરે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.
સુરતના ઉધનામાં ગંદકીનું સામ્રાજ્ય : યુવાનો દ્વારા ગંદકી ફેલાવતા લોકોને રોકવા માટે નવી મોહીમ શરૂ કરાય.
Advertisement