Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : કતારગામ વેડ રોડ વિસ્તારમાં દૂધ ચોરી કરનાર શખ્સ સીસીટીવીમાં કેદ.

Share

સુરતમાં દૂધ ચોરોએ આતંક મચાવ્યો છે વહેલી સવારે દૂધની ચોરી કરી નાસી છૂટતા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતા ફૂટેજ સામે આવ્યા છે.

સુરતના કતારગામ વેડ રોડ વિસ્તારમાં નિયમિત દૂધ ચોરોનો આતંક આ વિસ્તારના રહેવાસીઓને પરેશાન કરે છે. રોજ વહેલી સવારે દૂધ ચોરી કરતા શખ્સો દ્વારા દૂધના કેરેટની ચોરી કરી બિંદાસ રીતે ટેમ્પો લઇ નાસી છૂટે છે. આ વિસ્તારમાં નિયમિત પણે ચાલતા દૂધ ચોરીના માફિયાઓથી લોકો હેરાન પરેશાન થઇ ચુક્યા છે. આ સમગ્ર ઘટના સુરતના વેડ રોડ વિસ્તારની છે જ્યાં દૂધ ચોરતા શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતા સમગ્ર મામલો સામે આવ્યો છે. આ સીસીટીવી ફૂટેજ સામે આવતાની સાથે જ દૂધ ચોરીથી ત્રસ્ત થઇ ચુકેલા રહેવાસીઓ દ્વારા દૂધ ચોરો સામે આક્રોશ વ્યક્ત કરી દૂધની ચોરી કરનારા લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવા અને તેમને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં એલસીબીએ 23.92 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો

ProudOfGujarat

ઝધડીયા જીઆઈડીસી વિસ્તારની કંપનીમાંથી એફલૂએન્ટ વરસાદી કાશમાં વેહતું હોવાની ફરિયાદ કરતા જીપીસીબીએ કાર્યવાહી હાથ ધરી છે..

ProudOfGujarat

અંકલેશ્વર : આખરે આ દબાણમાંથી કયારે મળશે મુક્તિ ? ફૂટફાટ પર દબાણ અને વાહનો માર્ગ પર જ પાર્ક થતાં ટ્રાફિકજામની સર્જાય છે સમસ્યા.. જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!