Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : 31 ડિસેમ્બર પહેલા દારૂની હેરાફેરીનો નવો કીમિયો અજમાવતા બુટલેગરો.

Share

સુરતમાં એસ.ઓ.જી.પોલીસે ગોડાદરા વિસ્તારમાંથી બે ઇસમોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડયા છે.

સુરતમાં 31 ડિસેમ્બરના તહેવારો પહેલા બુટલેગરો દ્વારા અવનવા કીમિયા અજમાવીને મોટી માત્રમાં શહેરમાં દારૂ ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે પાણીની બોટલ સપ્લાય કરતા ઈસમો બુટલેગરોની મદદથી દારૂની હેરાફેરી કરી રહ્યા હોવાની માહિતી મળતા પોલીસે વોચ ગોઠવી સુરત ગોડાદરા એસ.એમ.સી. ગાર્ડન પાસે અતુલ શક્તિનાં ટેમ્પોને ઉભો રાખી તપાસ કરતા પાણીના કેરબામાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે ટેમ્પા ચાલક અંબાલાલ ભુરાલાલ મેવાડા રહે, ચંદ્રલોક સોસાયટી, પરવતગામ અને દિનેશ જેઠમલ મેવાડા રહે, વૈકુંઠધામ, ગોડાદરાની અટક કરી આગળની તપાસ હાથ ધરી હતી. તેઓ પાસેથી વિદેશી દારૂની 56 બોટલ કિં.રૂ. 29,000, ટેમ્પો સહિત કુલ રૂ. 1,39,000 નો મુદ્દામાલ ઝડપી પાડયો છે તેમજ માલ લાવનાર અને જેને ડીલેવરી આપવાની છે તે ઇસમો સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

નેત્રંગ : અનાજ કારીયાણાનાં વેપારની આડમાં ગુટકા,બીડી,તમાકુનો વેપલો કરતા વેપારીઓ.

ProudOfGujarat

ઉમરપાડાના દેવધાટ ખાતે રૂા.૨૧.૨૨ કરોડના આદિમજુથના વિકાસકીય યોજનાઓના લાભોનું વિતરણ કરતા વન,આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવા

ProudOfGujarat

રાજ કુન્દ્રાની વધુ એક પોલ ખૂલી : ગુજરાતના વેપારીને પણ લાખોનો ચૂનો ચોપડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!