સુરતના વરાછા વિસ્તારમાં ગટરના પાણી ઉભરાતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. આ મુશ્કેલીનો સામનો કરતા સ્થાનિક રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
સુરતના વરાછામાં મોહન નગરની ચાલમાં ગટરનાં પાણી રસ્તા પર આવી જતાં અહીંના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે અનેક વખત સ્થાનિક કોર્પોરેટરોને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં ગટરોના ગંદા પાણી રોડ ઉપર ઉભરાતા રહે છે આથી લોકોની સમસ્યાનો કોઈ નિકાલ ન થતા આ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓએ ગંદકીથી ત્રાહિમામ પોકારી SMC હાય-હાય ના નારા લગાવી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. અહીંના સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે સુરત મહાનગરને સ્વચ્છતા બાબતે એવોર્ડ મળી ચૂક્યા છે તેમ છતાં અમારી સમસ્યાઓનું નિરાકરણ થતું નથી. અહીં અવારનવાર અમારા વિસ્તારમાં ગંદા પાણી રોડ ઉપર ફેલાઈ જાય છે અને ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાય છે તો SMC ના સત્તાધીશો અમારી આ સમસ્યાનું નિરાકરણ ક્યારે થશે તેવા અનેક સવાલો ઉઠાવ્યા છે???
સુરતના વરાછામાં ગંદકીનું સામ્રાજ્ય : ભરશિયાળે ચોમાસા જેવો માહોલ.
Advertisement