Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં તરણ સ્પર્ધામાં વડોદરાના તરણવીરોનો દબદબો : ૭ સ્પર્ધકોએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા.

Share

તાજેતરમાં સુરતમાં અડાજણના વીર સાવરકર તરણકુંડ ખાતે યોજાયેલી SGFI અંડર-૧૯ રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધા ૨૦૨૧ માં વડોદરાના તરણવીરો કુલ ૨૨ જીતી લઇને શહેરને ગૌરવ અપાવ્યું છે. તરણ કૌશલ્યોનો પરિચય આપતાં આ તરણવીરોએ ૬- ગોલ્ડ, ૫- સિલ્વર, ૧૧-બ્રોન્ઝ મેળવ્યા હતા.

પ્રેરક સિદ્ધિ મેળવનારા તરણવીરોને અભિનંદન આપતાં જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્રના સિનિયર કોચ જયેશ ભાલાવાળાએ જણાવ્યું કે આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ગુજરાતના તમામ જિલ્લામાંથી તરવૈયાઓએ ભાગ લીધો હતો. વડોદરાના તમામ તરવૈયાઓને એસએજીના કોચ વિવેક સિંઘ બોરલિયા, ક્રિષ્ના પંડ્યા અને ટ્રેનર બિપિન કુમાર અને સુબોધ કુમારના પ્રશિક્ષણ અને માર્ગદર્શન હેઠળ આ સફળતા મેળવી છે. આ સફળતા માટે એસએજીના સિનિયર કોચ જયેશ ભાલાવાલા ખેલાડીઓ અને કોચને અભિનંદન આપ્યા છે. વિજેતાઓ પૈકી સૌમ્યા તિવારીએ ૩ શ્રેણીમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે. જ્યારે ઊર્જા પંડ્યા, હેત્વી તલાજીયા અને જીત ત્રિવેદીએ ત્રણ ત્રણ રજત/ રોપ્ય ચંદ્રકો જીતીને વડોદરાનું ગૌરવ વધાર્યું છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે ૭ તરવૈયાઓએ ૨૨ મેડલ્સ જીત્યા તે પૈકી ૫ છોકરીઓ છે. અન્ય મેડલ વિજેતાઓમાં કોમલ, રિતિકા, શ્રેયા, રોહન અને પ્રાર્થનાનો સમાવેશ થાય છે.


Share

Related posts

સુરત ચોક બજાર પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ. વિરુદ્ધ લાંચનો ગુનો દાખલ કરવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ લોકસભાનો જંગ- રાહુલ ગાંધી ની ભરૂચ જિલ્લા માં એન્ટ્રી, ભારત જોડો ન્યાય યાત્રા થકી રાહુલ નેત્રંગ ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું

ProudOfGujarat

રાજપીપળા પાલિકાનાં 6 સભ્યોનાં ઘરે જઈને કર્મચારીઓએ હલ્લાબોલ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!