સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો, તાલુકા ઘટક સંઘના હોદ્દેદારો, રાજ્ય સંઘના હોદ્દેદારો દ્વારા આજરોજ સુરત જિલ્લાના માંડવી નગરપાલિકા મેદાનમા ધરણા કરી, રેલી યોજી આવેદન પત્ર આપવામાં આવેલ. આ ધરણામા જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, એરિકભાઈ ખ્રિસ્તી, બળવંત ભાઈ પટેલ, અનિલભાઈ ચૌધરી ઇમરાનખાન પઠાણ, રીનાબેન ક્રિસ્ટીયન, બળવંત પટેલ, ધીરુભાઈ, પ્રફુલભાઇ પટેલ, બિપીનભાઈ, ચેતનભાઈ, દિનેશભાઇ અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા જેમાં જણાવેલ કે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંધ જિ.સુરત ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે સંલગ્ન છીએ. ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ એ રાષ્ટ્રિસ્તર પર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે જોડાયેલ છે. અ.ભા.પ્રા.શિ.સંઘ એ ૩૦ લાખ પ્રાથમિક શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરતું એકમાત્ર સંગઠન છે. અ.ભા.પ્રા.શિ સંઘ ૨૫ રાજયોમાં લગભગ ૨૩ લાખ જેટલા શિક્ષકોનું સભ્યપદ ધરાવે છે. જે આંતર રાષ્ટ્રિસ્તર પર એજયુકેશન ઈન્ટરનેશનલ ( E.L) જોડાયેલ છે. E.L લગભગ ૧૭૧ દેશોના ૩,૫૦,૦૦,૦૦૦ ( ત્રણ કરોડ પચાસ લાખ ) જેટલા શિક્ષકોની સંખ્યા ઘરાવે છે.
શિક્ષણની સ્થિતિમાં સુધારો લાવવા, શિક્ષણમાં સારા પરિણામો મેળવવા બાબતે અમારૂ સંગઠન કામ કરી રહ્યુ છે.વર્ષ ૨૦૦૬ થી જુની પેન્શન યોજના ચાલુ કરવા વિવિઘ સ્તરે અમો ગુ.રા.પ્રા.શિ.સંઘ અને અ.ભા.પ્રા.શિ.સંઘ દ્વારા આંદોલન ચલાવી રહ્યા છીએ અગાઉ માનનીય રાષ્ટ્રપતિ, માનનીય પ્રધાનમંત્રી, માનનીય સંશાધન વિકાસ મંત્રી, માનનીય મુખ્યમંત્રી, વિગેરેને આવેદનપત્રો આપવામાં આવેલ છે.
અ.ભા.પ્રા.શિ.સંઘની તા.૧૪/૧૫ નવેમ્બર ૨૦૨૧ ના રોજ બૌઘ ગયા (બિહાર) ખાતે મળેલ કારોબારી સભામાં ઠરાવ્યાનુસાર તથા A.I.P.T.F ની એકશન કિમિટ દ્વારા અમારી નીચે મુજબ જણાવેલ માંગણીઓ સંદર્ભે આંદોલન કાર્યક્રમ ચાલુ કરવા નિર્ણય લેવામાં આવેલ છે. તે અનુસાર આજરોજ અમો સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આપ સાહેબને આવેદનપત્ર આપીએ છીએ. આપ સાહેબ મારફતે અમારી માંગણીઓનું આ આવેદનપત્ર માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજય અને આપણા દેશનાં માનનીય વડાપ્રધાનને પહોંચાડશો અને વિના વિલંબે જુની પેન્શન યોજનાને ચાલુ કરવા અને અન્ય માંગણીઓનું પણ નિરાકરણ મળે તે માટે ચર્ચા કરવા પ્રતિનિઘી મંડળને બોલાવવામાં આવે તેવી તક આપવા વિનંતી સાથે.
અ.ભા.પ્રા.શિ.સંઘની મુખ્ય માંગણીઓ – પ્રશ્નો
(૧) જુની પેન્શન યોજના ફરીથી તાત્કાલિક ચાલુ કરવી.
(૨) સાતમા પગારપંચના લાભો સમગ્ર દેશમાં સમાનરૂપે આપવા.
(૩) જુદા જુદા નામથી રાજયોમાં ફરજ બજાવતા કરાર આધારિત શિક્ષકોને નિયમિત કરવાની ખાતરી.
(૪) રાષ્ટ્રીય શિક્ષણનીતિ-ર૦ર૦ માં શિક્ષક વિરોઘી જોગવાઈઓ દૂર કરવી.
ગુ.રા.પ્રા.શિ.સંઘની માંગણીઓ – પ્રશ્નો
(૧) એસ.પી.એલ.રજા બાબતે નિર્ણય થવા બાબત.
(૨) તા.૨૭/૦૪/૨૦૧૧ પહેલાં ભરતી થયેલ શિક્ષકોને નિવૃત્તિ સામે કાયમીનાં આદેશ થવા બાબત.
(૩) ૧૦ વર્ષના બોન્ડમાં ભરતી થયેલા શિક્ષકોની બોન્ડની મર્યાદા ઘટાડવા બાબત. (૪) એચ.ટાટ તથા પ્રાથમિક શિક્ષકોના મહેકમના સેટઅપની સંખ્યા સુધારવા બાબત.
(૫) બદલીનાં નવા નિયમો ઝડપથી બહાર પાડવા અને બદલી થયેલ શિક્ષકોને ૧૦૦ છુટા કરવા બાબત.
(૬) કોરોનાના કારણે સી.સી.સી. પરીક્ષા લેવાયેલ ન હોય તો સી.સી.સી પરીક્ષા માટે તા.૩૧/૧૨/૨૦૨૦ પછી મુદતમાં વધારો કરવા બાબત.
માંડવી તાલુકા સંઘ પ્રમુખ, મંત્રી તેમજ તેઓની ટીમ દ્વારા ખુબ સુંદર આયોજન કરેલ હતું
વિનોદ મૈસુરિયા : વાંકલ