સુરતમાં હથિયારો સાથે ઘાડ લૂંટ ઘરફોડ ચોરી કરતી મધ્યપ્રદેશની ઝાંબુવા ગેંગના કુખ્યાત આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.
સુરત ક્રાઇમ બ્રાંચનાં પી.આઇ અને ટીમના માણસો દ્વારા સારોલી રોડ ઓરબીટ-1 કોમ્પ્લેક્ષની નજીકમાં જાહેર રોડ પરથી આરોપી (1) ખુશાલ રસન કિહોરી રહે. કાપોદ્રા પાસે સુરત (2) શૈતાન નાથુ સિંગાડીયા રહે.ગાવ દેવકા મધ્યપ્રદેશને પોલીસે હીરો હોંડા કંપનીના સીબીઝેડ બાઇક GJ 05-FR-2409 તેમજ સોનાનાં દાગીના અને મોબાઈલ ફોન સાથે રૂ.1,88,730 નાં મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયા છે. આ અગાઉ પણ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેથી સુરત ક્રાઇમ બ્રાંચે આરોપીઓની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement