અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહેલા છાત્રા યુવા સંઘર્ષ સમિતિના વિદ્યાર્થીઓની લક્ઝરી બસને પાલેજ નજીક પોલીસ દ્વારા અટકાવી અટકાયત કરી હતી. સુરતથી લક્ઝરી બસમાં સવાર થઈ અમદાવાદ જઈ રહેલા વિદ્યાર્થીઓની પાલેજ ખાતે પોલીસે અટકાયત કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પાલેજ પોલીસ મથક બહાર સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. સુરતથી લક્ઝરી બસમાં સવાર થઈ જઈ રહેલા વિદ્યાર્થી સંઘના વિદ્યાર્થીઓને પાલેજ પોલીસ સ્ટેશને અટકાયત કરવામાં આવ્યા હતા.
તેના વિરોધમાં સુરત આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ યુથ વિંગના સુખદેવ ગજેરાએ વિદ્યાર્થીઓની અટકાયતને વખોડી કાઢી ભાજપના ઇશારે પોલીસે અટકાયત કરી હોવાના આક્ષેપો કર્યા હતા. પાલેજ ખાતે આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ જ્યેન્દ્રસિંહ રાજ, અંકલેશ્વર તાલુકા પ્રમુખ અંકુરભાઈ પટેલ, યાકુબભાઈ મુનશી, પિયુષભાઈ પટેલ, નરેન્દ્રભાઈ પરમાર, રાકેશભાઈ પાઠક, સુરતના ધવલભાઈ અકબરી, સુખદેવભાઈ ગજેરા, પિન્ટુભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, પાલેજ