સુરત જિલ્લાના ઉધના પોલીસને બંધ દુકાનમાં જુગાર રમતા જુગારીયાઓને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. આ અંગે વિગતે જોતાં ઉધના પોલીસ મથકની હદમાં આવતા સમ્વત રેસીડન્સીમાં આવેલ એક બંધ દુકાનમા જુગાર રમાઈ રહ્યો છે તેવી બાતમી મળી હતી. આવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરતાં બંધ દુકાનમા જુગાર રમતા જુગારીયાઓ ઝડપાયા હતા. જેમની પાસેથી દાવ પરના નાણાં, અંગ જડતીના નાણાં, મોબાઈલ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 2 લાખ કરતાં વધુની મત્તા પોલીસે જપ્ત કરી હતી. જયારે આ બનાવમાં બંધ દુકાનના માલિક મુખ્ય આરોપી દિનેશ પાતરા અને ભાવેશ પાટિલની અટક કરી પોલીસે વધુ તપાસં હાથ ધરી હતી. ઉધના વિસ્તારમાં આવેલ બંધ મકાનો અને દુકાનોમાં અસમાજિક તત્વો દ્વારા જુગારની બેઠકો યોજાતી હોવાની વાતો ઘણા દિવસોથી ચાલી રહી હતી જે સાચી હોય તેવું પુરવાર કરતી ઘટના બની હતી. આ ઘટનાને પગલે ઉધના પંથકમાં જુગારીયાઓની દુનિયામાં ફફડાટ મચી ગયો છે.
સુરત : બંધ દુકાનમાં જુગાર રમતા જુગારિયોને ઝડપી પાડતી ઉધના પોલીસ.
Advertisement