Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

​સુરત મહાનગર પાલિકાના શાસકો દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં વેરા તથા અન્ય ટેક્સના વધારાને લઈ કોંગ્રેસ દ્વારા એક અઠવાડિયા પછી પણ ઉગ્ર દેખાવ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Share

કોંગ્રેસના કાછડીયા પટકાયા હતા. તાત્કાલિક તેમને સારવાર માટે 108માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સુરત જિલ્લા કોંગ્રેસે વેરા વધારો પાછો ખેંચવા રજુઆત કરી હતી. મંગળવારની સવારે સુરત મહાનગર પાલિકામાં આજે સવારે સ્થાયી સમિતિની બેઠક મળી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશ્નરે રજૂ કરેલા બજેટ પર ચર્ચા વિચારણા કરવા અને આ બજેટમાં સુધારા વધારા કરવા માટે આ બેઠક આજે અને આવતીકાલે એમ બે દિવસ ચાલવાની છે. ત્યારે તે પહેલાં સુરત શહેર કોંગ્રેસ દ્વારા આજે સ્થાયી સમિતિ ખંડ બહાર કોંગ્રેસ દ્વારા વેરા વધારાનો ઉગ્ર વિરોધ રાખવામાં આવ્યો હતો. આ વિરોધ કાર્યક્રમમાં વિરોધ પક્ષ નેતા અને કોંગ્રેસના કોર્પોરેટરો સહિત મોટી સખ્યામાં કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો હતો. મુખ્ય દરવાજો ખોલીને કોંગ્રેસી કાર્યકરો અંદર ઘૂસ્યા હતા. જેમાં કોંગી મહિલા કાર્યકરોને મનપાની મહિલા ગાર્ડે બહાર ખસેડવા માટે પ્રયાસો કર્યા હતા.

Advertisement

 


Share

Related posts

નેત્રંગના ફોકડી ગ્રામપંચાયતમાં ઉપસરપંચ પદે ધનીબેન વસાવાની વરણી.

ProudOfGujarat

ટ્રક ચાલકે રીક્ષા ને અડફેટ માં લેતા અકસ્માત…જાણો શુ થયું

ProudOfGujarat

ભરૂચ : સરદાર બ્રિજ પર ચાલુ ડમ્પરમાં આગ લાગતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ..!

ProudOfGujarat
error: Content is protected !!