સુપ્રસિધ્ધ એવા ચોટીલા ચામુંડામાતાજી ડુંગર પર રાજ્યકક્ષાની પર્વતા આરોહણ..અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી જેમાં 82 જેટલા ભાઈઓ અને 60 જેટલી બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા જિલ્લા કલેકટર કે.સી.સંપટ, ચોટીલા ડેપ્યુટી કલેક્ટર પ્રિયનક ગલચર, જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ, ધારાસભ્ય સામજીભાઈ ચૌહાણ સહિત મહાનુભાવોની હાજરીમાં સૌપ્રથમ ચોટીલાના સણોસરા ગામની મોર્ડન સ્કૂલમાં અભ્યાસ કરતી કઠેચિયા અસ્મિતાબેન રમેશભાઈ 08.57 મિનિટે તેમજ ચોટીલા શહેરમાં આવેલ એન.એન.સ્કૂલમાં અભ્યાસ કરતો સૌપ્રથમ પંચાલ રોહિતભાઈ જેઓ 07.45 મિનિટે પર્વત આરોહણ તેમજ અવરોહણ કરીને પોતાનું સ્થાન મેળવી તંત્ર દ્વારા 25 હજારનો ચેક જીલા કલેકટર તેમજ ધારાસભ્યના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો અને દ્વિતિય સ્થાન પર આવેલ ભાઈ-બહેનોને રૂ.20,000 હજાર તેમજ તૃતીય સ્થાન મેળવનાર ભાઈ બહેનોને રૂ.15 હજારના ચેકો અર્પણ કરવામાં આવ્યા હતા અને આ સ્પર્ધા વિજેતા થનાર 1 થી 10 ક્રમને આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનારી જૂનાગઢ ખાતે નેશનલ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ડાયરેકટ એન્ટ્રીને પાત્ર થવા પામ્યા હતા.
ચોટીલા ડુંગર પર રાજ્યકક્ષાની પર્વત આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઇ.
Advertisement