Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

સુરેન્દ્રનગર રતનપર શનિધામ પાસે ડબલ મર્ડર,પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો….

Share

કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં લુંટ,હત્યા, ફાઇરીગ સહિતના બનાવોએ માઝા મૂકી છે ત્યારે શહેરના અલગ-અલગ વિસ્તારમાં માતા અને પુત્રીની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

Advertisement

સુરેન્દ્રનગર જીલ્લામાં ગુન્હાખોરીનુ પ્રમાણ વધી રહયુ છે ત્યારે શહેરના રતનપર વિસ્તારમાં આવેલ રામેશ્વર ટાઉનશીપમાં રહેતી મહિલા ભાલિકાબેન દુર્લભભાઇ ભટ્ટ ઉ. વર્ષ 42 ની ઘરની બહાર ત્રીક્ષણ હથીયારો વડે હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી જેની જાણ આસપાસના લોકોએ પોલીસ ને કરતા DYSP સહિત જોરાવરનગર, વઢવાણ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી. તેમજ વઢવાણ રોડ પર આવેલ સની દેશના મંદિરના પટાંગણમાં સેવા પુજા કરતી મહિલા સુર્યાબેન દુર્લભભાઇ ભટ્ટ ઉ. વર્ષ 65 ની પણ હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી જ્યારે પ્રાથમિક તપાસમાં બન્ને મૃત્કો માતા અને પુત્રી હોવાનું બાહાર આવ્યું હતું જયારે પોલીસે બન્ને લાશનો કબ્જો લઇ પી.એમ. અર્થે ખસેડવાની તજવિજ હાથ ધરી હતી.

શહેરી વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએ માતા અને પુત્રીની લાશ મળી આવતા લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા ત્યારે DYSP અને જોરાવરનગર તેમજ વઢવાણ પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા તેમજ આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં બન્ને હત્યાના આરોપી પરશોતમભાઈ લાલજીભાઈ ડોડીયાને ઝડપી પાડી વધુ પુછપરછ હાથ ધરી હતી જેમાં આરોપીની જમીન મૃત્કોએ પડાવી લીધી હતી અને અંદાજે રૂપીયા પચીસથી ત્રીસ લાખ વ્યાજે લીધા બાદ બન્ને મૃત્કો દ્વારા કુલ મળી અંદાજે રૂપીયા બે કરોડની કડક ઉધરાણી કરવામાં આવતા માનશીક ત્રાસથી બન્ને હત્યા કર્યાનુ કબુલાત આપી હતી વધુ પુછપરછ પોલીસ કરી રહી છે.


Share

Related posts

નર્મદા જિલ્લા કલેક્ટરે વિશિષ્ટ સેવાઓ બદલ ચૂનંદા ૨૬ જેટલા અધિકારીઓ, કર્મચારીઓને સન્માનિત કર્યા.

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પીટલના ખાનગી કરણ કરી ગરીબ અને મધ્યમવર્ગીય પ્રજાને રંજાડવા અંગે ની તજવીજ સામે વિરોધ વ્યક્ત કરવા કોંગ્રેસ દ્વારા જંગી રેલીનુ આવેદન કરાયુ તેમજ આવેદન પત્ર પાઠવાયુ કોંગ્રેસનો સીધો આક્ષેપ કે ઉધોગપતિઓ ને ઘી-કેળા કરાવવાની રાજ્ય સરકારની નીતી …

ProudOfGujarat

ભરૂચ સ્ટેશન સર્કલ પાસે કોંગ્રેસ દ્વારા પ્રદેશના અગ્રણીઓની ઉપસ્થિતીમાં *જનમંચ* કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!