કલ્પેશ વાઢેર,સુરેન્દ્રનગર
મનુષ્યના જીવનમાં વિદાય અલગ અલગ સમયે આવતી હોય છે ત્યારે લીંબડી શ્રી જી.એસ.કુમાર વિદ્યાલય ખાતે એક સાથે ચાર કર્મચારીઓની વિદાય સમારમ વૃક્ષારોપણ કરી વિદાય સમારમ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકોની આંખોમાં અને વિદાય લેતા કર્મચારીઓની આંખો ભીની થઇ હતી.
જયારે ઘણા વર્ષો સુધી એકમેક બનીને રહ્યા હોય અને તેવા સમયે અચાનક વિદાય લેવાની આવે છે ત્યારે તે સમય ઘણો કઠીન હોય છે ત્યારે લીંબડી ખાતે આવેલ જી.એસ.કુમાર વિદ્યાલય ખાતે બે પટાવાળાભાઇઓ અને બે શિક્ષકે વિદાય લીધી હતી તે સમયે બાળકો અને વિદાય લેતા કર્મચારીઓની આખો આંસુથી ભીજાઇ ગઇ હતી અને શાળા અને શાળાના સહસાથી કર્મચારીઓ અને બાળકોને છોડવાથી કેટલુ દુખ થાય છે તે વ્યકત કર્યુ હતું ત્યારે વિદાય લેતા પટાવાળા કર્મચારીને સાલ ઓઢાડી અને વિદાય લેતા શિક્ષક કર્મચારીઓને મુમેન્ટ ગીફ્ટ આપીને આ શાળાના તમામ કર્મચારીઓએ વિદાય આપી હતી ત્યારે આ વિદાય સમારમમાં પુર્વ ગોણ સેવા પસંદગી મંડળના ચેરમેન પ્રકાશભાઇ સોની અને લીંબડી કેળવણી મંડળના વિનોદભાઇએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય કાર્તિકભાઇ ચાવડા , પૃર્વ ઇન્ચાર્જ આચાર્ય પંકજભાઇ ચાવડા તથા સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી ત્યારે વિદાય લેતા કર્મચારીઓએ વૃક્ષારોપણ કરી પોતાની યાદો વૃક્ષો થકી મુકી હતી.