કલ્પેશ વાઢેર,સુરેન્દ્રનગર
લીંબડી તાલુકામાં ઠેરઠેર દબાણો અને ગંદકીનું સામ્રાજય જામી ગયું છે અને તંત્ર ચુપચાપ બેઠું છે ત્યારે લીંબડી પી.જી.વી.સી.એલ સામે આવેલ દલિતોના સ્મશાનમાં દબાણ અને ગંદકીના સામ્રાજયને લઇને લીંબડી જયભીમ ગૃપ દ્વારા ડેપ્યુટી કલેકટર , મામલતદાર, અને ચીફઓફીસરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
સુરેન્દ્રનગર જીલ્લાનો લીંબડી તાલુકો દબાણકારોનો અને ગંદકીનો હબ બની ગયો હોય તેમ લાગી રહયું છે ત્યારે આ બાબતે લીંબડીનું જયભીમ ગૃપ અને દલીત સમાજના આગેવાનો પાલિકાના ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ કરાઈ હતી. ત્યારે લીંબડી હાઈવે પાસે આવેલા દલીત સમાજના સ્મશાનમાં શહેરની ગટરનું ગંદુ પાણી કાઢવામાં આવી રહ્યું છે તથા અમુક માથાભારે તત્ત્વો દ્વારા સ્મશાનની જમીન પચાવી પાડવાનો કારસો રચાઈ રહ્યો હોવાની તેમજ ખોદકામ કરતા માનવ કંકાલ નીકળી રહ્યાં કરી છે અને સ્મશાનની જમીન પચાવી પાડવામાં આવી છે એવું અમુક લોકો દ્વારા ષડયંત્ર રચાઈ રહ્યું હોય ત્યારે દલીત સમાજના સ્મશાનમાં સમાજની લાગણી દુભાય તેવું કૃત્ય થઇ રહયુ છે. આ તમામ બાબતોને લઇને લીંબડી જયભીમ ગૃપ, તેમજ આગેવાનો વિનોદભાઈ મકવાણા, નરેન્દ્રભાઇ મકવાણા, દિપક મકવાણા પીટરભાઇ અને સમાજના અન્ય આગેવાનોએ ડેપ્યુટી કલેકટર , મામલતદાર, અને ચીફઓફીસરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઆત સાથે આ તમામ પ્રશ્નોનો તાત્કાલીક નિવેડો લાવવામાં નહી આવે તો આવનાર સમયે ગાંધીચિધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે આ બાબતને ગંભીર સમજીને મામલતદાર અને પી.એસ.આઈ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.