( હારૂણ પટેલ )
પાણી એ જીવન ની મૂળ ભૂત જરૂરિયાત હોય અને પાણી જ ન મળે તો માનવી શુ પશુ ઓ પણ ત્રાહિમામ થઈ જાય છે . પણ ભરૂચ નગરપાલિકાના જાડી ચામડી ના પદ અધિકારીઓ અને પ્રજા ના મત લઇ ને ચૂંટાયેલા સભ્યો ને કોણ સમજાવે…
ભરૂચ ખાતે હવે એક નવી કહેવત વહેતી થઈ છે કે પ્રજા ત્રસ્ત અને નેતા ઓ મસ્ત પણ નેતાઓ ને પણ ખબર હોવી જોઈએ કે આજ પ્રજા એ એમને ખોબે ખોબે વોટ આપી ને જેતે પદ પર બેસાડ્યા છે અને આજે એવી પરિસ્થિતી આવીને ઉભી છે કે નેતાઓ આ પ્રજા ની રજુઆત ને આંખ આડા કાન કરી રહ્યા છે.અને આખરે લોકો ના આક્રોશ નો ભોગ બનવો પડી રહ્યો છે…..
વોર્ડ નંબર 8 મા આવેલ ન્યુઆનંદ નગર સોસાયટી ના રહીશો એ આજ રોજ માટલા સાથે નગરપાલિકા ઉપર દોડી આવી પીવાના પાણી મુદ્દે ભરૂચ નગરપાલિકા પ્રમુખ ની ઓફીસ બહાર મહિલાઓ માટલા ફોડી ભારે સુત્રોચાર કરતા પાલિકાના અધિકારીઓ માં ભારે ચર્ચા એ જોર પકડ્યો હતો……..
જયારે બીજી તરફ ચાલુ દિવસઃ માં પણ રજૂઆત કરવા માટે આવેલ રહીશો ને પાલિકા પ્રમુખ ની ઓફીસ ઉપર તાળુ લટકતું જોવા મળ્યું હતું અને આખરે તેઓની રજૂઆત ચીફ ઓફિસર ને કરવામાં આવી હતી અને વહેલી તકે તેઓ ની સમસ્યા નું નિરાકરણ આવે તેવી માંગ ઉચ્ચારી હતી…..
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેર નર્મદા નદી ના તટ ઉપર વસેલું શહેર છે અને ઉનાળા ની શરૂઆત પહેલાજ લોકો પાણી ની સમસ્યા લે લઇ ને આક્રોશ સાથે રજૂઆત કરતા નજરે પડતા હોય તે સ્થાનિક તંત્ર માટે લાંછન લગાડનાર બાબત કહી શકાય તેમ છે અને પ્રજા ના મતે ચુંટાઈ ને આવતા નેતાઓ એ નદી કાંઠા વિસ્તાર ના રહીશો ને જ પાણી ન પૂરું પડાતું હોય તો મસ્ત મોટા કાર્યક્રમો કરી વિકાસ ના નામ ના બળગા ફૂંકવા કરતા લોકો ની આ પ્રકાર ની સમસ્યા નો નિરાકરણ વહેલી તકે લાવવો જોઈએ અને બાદ માં આ પ્રકાર ના કાર્યક્રમો માં હાજરી એવી જોઈએ તેવી લોક માંગ આ સમગ્ર ઘટના ક્રમ બાદ થી ઉભી થવા પામી છે….
Advertisement