Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ શહેર ના નગર પાલિકા ની હદ માં આવેલ વોર્ડ નંબર ૧૧ માં પ્રાથમિક સુવિધા ના અભાવ ના કારણે રોષે ભરાયેલા લોકો એ કાઉન્સિલરો અને ધારાસભ્ય ના વિરોધ માં જાહેરમાં બેનર માડતા ચકચાર વ્યાપી જવા પામી છે……….

Share

( હારૂણ પટેલ )

ભરૂચ નગર પાલિકા ની હદ માં આવેલ વોર્ડ નંબર ૧૧ ના જુના ભરૂચ વિસ્તાર માં છેલ્લા કેટલાક  વખતો થી લોકો તેઓની પ્રાથમિક મૂળભૂત સુવિધાઓને લઇ ને રજૂઆતો કરતા છે .પરન્તુ પ્રજા ના મત મેળવી અતિવ્યસ્ત જીવન ગુજારતા આ વોર્ડ વિસ્તાર ના સ્થાનિક નેતાઓ  પ્રજા ની સમસ્યા ના નિરાકરણ લાવવા માટે રસ ન લેતા હોય આખરે સ્થાનિક લોકો એ પણ આ નેતાઓ ને સંબોધી જાહેરમાં બેનરો મારી તેઓ ના વોર્ડ વિસ્તાર માં પડતી સમસ્યા ઓ અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો……..
સ્થાનિકો દ્વારા વોર્ડ નંબર ૧૧ માં મારવામાં આવેલ જાહેર બેનરો માં સ્થાનિક કોર્પોરેટરો તેમજ ધારાસભ્ય ના નામ નો ઉલ્લેખ કરી જણાવવા માં આવ્યું છે કે અ નેતાઓ એ મોદી સાહેબ સુધી ખોટી નામના મેળવી છે અને ભાજપ સરકાર ની છબી ફેકું સાબિત કરી છે ……
જુના ભરૂચ વિસ્તાર માં જાહેર માં ધારાસભ્ય અને ભાજપ ના બાહુબલી કોર્પોરેટરો કે જેઓ એક સમયે પાલિકા પ્રમુખ અને બીજા ભાજપ ના શહેર પ્રમુખ પણ રહી ચુક્યા છે તેઓ નાજ વિસ્તાર માં આ પ્રકાર ના પાર્ટી વિરુધ્ધ અને તેઓના વિરુદ્ધ માં બેનરો લાગતા શહેર ના રાજકીય વર્ગ માં ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે……
Advertisement

Share

Related posts

કરજણના દેથાણ ગામમાં સ્મૃતિ સ્મારક ધામ ખાતે સ્વ. આચાર્ય રતુરામજીની પ્રતિમા અનાવરણ અને પ્રથમ નિર્વાણદિન મહોત્સવની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની મુશ્કેલીમાં વધારો : હાઈકોર્ટે વિધાનસભા 2017 ની ધોળકા બેઠકની ચૂંટણી રદ્દ કરી,જાણો વધુ.

ProudOfGujarat

રાજસ્થાનમાં મોટી રેલ દુર્ઘટના, સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના 13 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 20 થી વધુ મુસાફરો ઘાયલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!