ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
ભરૂચ તાલુકાના શુકલતીર્થ મુકામે શુક્રવાર ને ૬ સપ્ટેમ્બર નાં રોજ મેળા નાં મેદાન ખાતે ખેલ મહાકુંભ-૧૯ અંતર્ગત તાલુકા કક્ષા ની ખો ખો સ્પર્ધા યોજવામાં આવી હતી.જેમાં અનુક્રમે અંદર-૧૪ ભાઈઓ ની ૧૬ ટીમો માં કુલ ૧૯૨ વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો.
અંદર-૧૪ ની બહેનો ની ૧૩ ટીમો માં ૧૫૬ વિદ્યાર્થીની ઓ એ ભાગ લીધો હતો. અંદર ૧૭-ભાઈઓ ની ૧૩ ટીમો માં ૧૫૬ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.અંદર-૧૭ ની બહેનો ની ૧૧ ટીમો માં ૧૨૨ વિદ્યાર્થીની ઓ એ ભાગ લીધો હતો.
ઓપન વિભાગ માં ભાઈઓ ની ૪ ટીમો અને બહેનો ની ૪ ટીમો એ ભાગ લીધો હતો.ભરૂચ શહેર તાલુકા ની વિવિધ શાળા ઓ નાં ૬૩૪ વિદ્યાર્થી ઓ એ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.
ભરૂચ જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘનાં પ્રમુખ પ્રવીણભાઈ વાણીયા હસ્તે ખેલ મહાકુંભ-૧૯ ની ખો-ખો ની સ્પર્ધા ખુલી મૂકી ખેલ મહાકુંભનો પ્રારંભ કરવા માં આવ્યો હતો.
ભરૂચ શહેર તાલુકાનાં વ્યાયામ શિક્ષકો તથા રમત નાં પંચો નાં સાથ સહકાર થી તેમજ કન્વીનર વિનયભાઈ પટેલે સુંદર આયોજન કયું હતું.
શુક્લતીર્થ ખાતે તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો.
Advertisement