તા.૭-૩-૧૯ થી પરીક્ષાનો પ્રારંભ થશે ..
ભરૂચમાં ધો .૧૦ માં ૨૬૩૪૨ અને ધો ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૩૭૪૬ અને સામાન્ય પ્રવાહમાં ૭૪૯૩ વિદ્યાર્થીઓ નોંધાયા
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે .જે મુજબ બોર્ડ ની પરીક્ષા તા .૭-૩ ના રોજ થી શરૂ થશે આ વર્ષે ચોરીના બનાવો અટકાવવા નવતર પ્રયોગ કરવામાં આવશે જેમાં પરીક્ષાર્થીઓ જયારે શાળામાં પરીક્ષાની રસીદ લેવા જશે ત્યારે તેઓ પાસે ચોરી નહીં કરે તેવો સંકલ્પ લેવડાવવામાં આવશે સૂત્રોના જણાવ્યા અનુસાર ધો ૧૦ એસ એસ સી માં ૨૬૩૪૨ વિદ્યાર્થીઓ જયારે ધો ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૩૭૪૬ અને સામાન્ય પ્રવાહમાં ૭૪૯૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે પરીક્ષા ખડમાં વિદ્યાર્થીઓનું સ્વાગત કરાશે સી સી ટી વી કેમેરા થી નિગરાની કરવામાં આવશે જેથી ગેરરીતિ ન થાય સંવેદન પરીક્ષા કેદ્રો પર ખાસ પગલાં લેવામાં આવશે.