વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર કે જે બાર જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ છે અને કરોડો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે. ડીઝીટલ ટેકનોલોજીની બાબતમાં પણ શ્રી સોમનાથ ટ્રસ્ટ અગ્રેસર રહ્યું છે. કોરોના વૈશ્વિક મહામારીમાં લોકડાઉન દરમિયાન પણ કરોડો ભાવિકોએ સોશ્યલ મિડીયાના માધ્યમથી ઘરે બેઠા શ્રી સોમનાથજીના દર્શન – આરતીનો લાભ લીધો હતો તેમજ વિડીયો કોલિંગના માધ્યમથી ઈ-પૂજાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. તાજેતરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટની યુટયુબ ચેનલ “સોમનાથ ટેમ્પલ-ઓફિસીયલ ચેનલ” ને ૦૧ લાખ સબસ્ક્રાઈબર્સ થવા બદલ યુટયુબ દ્વારા “સિલ્વર ક્રિયેટર્સ એવોર્ડ” શ્રી સોમનાથ ટ્રસ્ટને અર્પણ કરવામાં આવેલ છે. જે ટ્રસ્ટ માટે ગૌરવરૂપ બાબત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટના અન્ય સોશ્યલ મીડીયાના પ્લેટફોર્મના માધ્યમથી દેશ-વિદેશમાં કરોડો ભાવિકો દર્શન-આરતીનો ઘરે બેઠા લાભ લઈ રહ્યા છે.