તાજેતરમાં જ ગુજરાતના ધૈર્યરાજ નામના બાળકને SMA નામની બીમારી હતી, જેની મદદ માટે સમગ્ર દેશભરમાંથી રૂપિયા એકઠા થયા હતા. તેના બાદ આખરે ધૈર્યરાજને 16 કરોડનુ મોંઘુદાટ ઈન્જેક્શન લગાવાયુ હતુ. ધૈર્યરાજ તો આ બીમારીમાંથી ઉગારી ગયો છે. ત્યારે ગીર સોમનાથ ના આલિદર ગામના વિવાન નામના બાળકને પણ SMA (Spinal Muscular Atrophy) નામની ગંભીર બીમારી હતી. વિવાનની બીમારીને લઈને તેનો પરિવાર ચિંતામાં મૂકાયો હતો. આ આખરે વિવાને ગઇકાલે વિવાને દુનિયાને અલવિદા કહી વિદાય લીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સ્પાઈન મસ્ક્યુલર એટ્રોફી SMA-1 નામની ગંભીર બિમારીથી પીડાતા ગીર સોમનાથના 4 માસના વિવાને ગઇકાલે સાંજે ઘરે અંતિમ શ્વાસ લીધો હતો. 16 કરોડના ખર્ચને લઈ વિવાનના માતા-પિતા લોકો પાસે મદદ માંગી રહ્યા હતા. 16 કરોડનું ફંડ ભેગુ થાય તે પહેલાં જ વિવાનએ દુનિયાને કહી અલવિદા કહી દીધું છે. હાલ વિવાનની ડેડ બોડીને સોલા સિવિલ ખાતે કોલસ્ટોરેજમાં રાખવામાં આવી છે. થોડા કલાકો બાદ વિવાનની પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવશે. ત્યારબાદ વિવાનની અંતિમ વિધિ તેના વતનમાં કરવામાં આવશે. વિવાનના પરિજનો સોલા સિવિલ ખાતે હાજર છે.
વિવાન ની મદદ માટે અત્યાર સુધીમાં લાખોનું ફંડ ભેગુ થયુ હતું પરંતુ વિવાનએ ઇંજેક્શન માટે 16 કરોડનું ફંડ એકઠું કરવાનું હતું. અશોકભાઈએ સોશિયલ મીડિયા (Social Media) ના માધ્યમથી ગુજરાત અને દેશમા લોકોને મદદ માટે આગળ આવવા અપીલ કરી હતી. વિવાન માટે આવેલું ભંડોર સામાજિક સેવામાં વાપરવાની પરિવારે ખાતરી આપી છે. કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા અશોકભાઈ વાઢેળ ફંડ એકઠું ન કરી શકતા પોતાના એકના એક દિકરાને ગુમાવી ચૂક્યા છે.
વિવાનના પિતાએ કહ્યું હતું કે બાળક વિવાન મિશનને મેસેજ આપું છું કે હવે મદદ માટે ફંડ ન ઉઘરાવે. સામાજિક સંસ્થાઓને મદદ કરવા બદલ અશોકભાઇએ આભાર વ્યક્ત કર્યો હતો. અત્યાર સુધીમાં 2 કરોડ 620 લાખ ભેગા થયા હતા. આ પૈસાને સેવાના કામ માટે ફંડમાં વાપરીશું હવે કોઇ ફંડ એકઠું ન કરતા.