Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગીર : સોમનાથ મંદિરમાં દર્શન કરવા પહોચેલા “આપ” ના ગોપાલ ઇટાલીયા અને ઈશુદાન ગઢવીએ કારમાં બેસી ચાલતી પકડી.

Share

આજે સવારે નવેક વાગ્‍યે ‘આપ’ આયોજિત જન સંવેદનના પ્રારંભ માટે પાર્ટીના ચહેરા એવા ગોપાલ ઇટાલિયા, ઇશુદાન ગઢવી સોમનાથ પહોંચ્યા હતા. બંને નેતા કાર્યકરો સાથે સોમનાથ મંદિરમાં દર્શન કરવા ગયા હતા, જ્યાંથી પરત ફરી બહાર નીકળી રહ્યા હતા એ સમયે બ્રહ્મ સમાજ અને હિન્‍દુ સંગઠનોના કાર્યકર્તાઓએ ‘આપ’ના નેતા ગોપાલ ઇટાલિયાનો ઘેરાવ કરી ઉગ્ર વિરોધ કર્યો હતો, જેને પગલ સ્‍થળ પર હાજર પોલીસ સ્‍ટાફે સમય સૂચકતા વાપરી ‘આપ’ના નેતાને ટોળામાંથી હેમખેમ બહાર કાઢી દૂર લઇ ગઇ હતી.

આ વિરોધ પ્રદર્શનને પગલે થોડા સમય માટે સોમનાથ મંદિર પરિસરમાં બેફામ વાણીવિલાસ થયાના નજારો જોવા મળ્યો હતો. જયારે ‘આપ’ના કાર્યકર્તાઓમાં રોષની લાગણી પ્રસરી હતી.આજથી જન સંવેદન યાત્રાની શરૂઆત કરવા માટે સોમનાથ પહોંચેલા આમઆદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો સોમનાથ મંદિર પરિસરની બહાર બ્રહ્મ સમાજ અને હિન્‍દુ સંગઠનના કાર્યકરોએ ઉગ્ર વિરોધ કરી હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ વિરોધ પાછળ ગોપાલ ઇટાલિયાનો વાઇરલ થયેલો જૂનો વીડિયો હોવાનું કહેવાઈ રહ્યું છે.

Advertisement

જોકે આ વિરોધ નહીં, પણ ભાજપ પ્રેરિત લોકોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ આમઆદમી પાર્ટીના નેતાએ લગાવ્‍યો હતો. આ હુમલાના પ્રયાસ અંગે ગોપાલ ઇટાલિયા ફરિયાદ નોંઘાવવા પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યા છે. જોકે બાદમાં બન્‍ને પક્ષો વચ્‍ચે સમાધાન થઇ ગયું હોવાનું પોલીસે જણાવ્યું છે. આ મામલે ગોપાલ ઇટાલિયાએ પોતાના પર સોમનાથ મંદિરની બહાર ભાજપ પ્રેરિત લોકોએ બિભત્‍સ શબ્‍દો બોલી મારી પર હુમલો કર્યાનો દાવો કરી પોતે પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હોવાનું જણાવ્યું હતુ.

ભાજપના પદાધિકારીઓના ઇશારે ટોળાએ આયોજનપૂર્વક હુમલાનો પ્રયાસ કર્યો છે. મારા પર હુમલાનો પ્રયાસ કરનારાં અસામાજિક તત્ત્વોને કાયદાનું ભાન કરાવે એટલી પોલીસતંત્ર પાસે અપેક્ષા છે. બીજી તરફ, આ મામલે બ્રહ્મ સમાજના અગ્રણી મિલનભાઈ જોશીએ જણાવ્યું હતું કે સનાતન ધર્મની વિરુદ્ધ માનસિકતા ધરાવતા આમઆદમી પાર્ટીના ઇટાલિયાએ હિન્‍દુ સનાતન સંસ્કૃતિ અને હિન્દુ સમાજ વિશે અનાબ સનાબ શબ્‍દોનો ઉપયોગ કરી અયોગ્ય ટિપ્પણી કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

આ ટિપ્‍પણી બાબતે હિન્દુ સમાજના અગ્રણીઓ સોમનાથ મંદિરની બહાર ગોપાલ ઇટાલિયા પાસે જઈ ચોખવટ કરવા ગયા ત્‍યારે તે કોઈપણ ચર્ચા કર્યા વગર ગાડીમાં બેસી ભાગી ગયાનો આરોપ લગાવી રહ્યા છે. આ ઘટના અંગે એએસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે ગોપાલ ઇટાલિયાનો વિરોધ થશે એવી માહિતી હોવાથી પોલીસતંત્ર પહેલેથી જ સતર્ક હતી.

પરિસરમાં ગોપાલ પહોંચતાં અમુક લોકોએ વિરોધ કરતાં તેમને પોલીસ સ્‍ટાફે ખસેડી ‘આપ’ના નેતાઓને સુરક્ષ‍િત બહાર લઇ ગઇ હતી. આ મામલે બન્‍ને પક્ષો સાથે વાતચીત કરી હતી. બન્‍નેએ પોતાની અંગત વાત હોવાથી આગળ કોઇ કાર્યવાહી કરવી નથી એવું બન્‍ને પક્ષોએ પોલીસને જણાવ્યું છે, જેથી આ મામલે હાલ પોલીસમાં કોઇ ફરિયાદ કે નોંધ દાખલ કરાઈ નથી.


Share

Related posts

અંક્લેશ્વરમાં સરકારી શાળાઓની કફોડી હાલત-ખાનગી શાળાઓની ભરમાર…..

ProudOfGujarat

ઝઘડિયાના કપાટ ગામે સટ્ટા બેટિંગનો જુગાર રમાડતો એક ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

તવરા ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં આજે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!