Proud of Gujarat
Uncategorized

સોમનાથ મંદિરે આજે 101 તોપોની સલામી સાથે પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી

Share

ઘૂઘવતા અરબી સમુદ્રના કાંઠે બિરાજતા ભગવાન સોમનાથ મહાદેવ શિવાલયમાં આજે એટલે કે તા. 11 મે 1951 ના રોજ ભારતના રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદના હસ્તે ધાર્મિક વિધિવિધાન સાથે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આજે આ પ્રસંગને યાદ કરીને સોમનાથ શિવાલયમાં ખાસ વિશેષ પુજા કરવામાં આવશે.

સોમનાથ મહાદેવ અને પ્રભાસક્ષેત્રને મધ્યમાં રાખી અનેક આદ્યાત્મિક અને ઐતિહાસિક ઘટનાઓ બની ચૂકી છે. આ ભૂમિમાં ભગવાન સોમનાથે ચંદ્રને કલંકમાંથી શાપમુકત કર્યો હતો. તો ભગવાન શ્રીકૃષ્ણે આ ભૂમિને જ દેહોત્સર્ગ માટે પસંદ કરી હતી. એક જમાને આ મંદિરની ભારે જાહોજલાલી હતી. આખુ મંદિર સુવર્ણમય હતુ. જે જાહોજલાલી હવે પાછી આવી રહી છે. આ મંદિરના ધ્વસ્ત અને નવનિર્માણ એમ સર્જન અને વિસર્જન પ્રક્રિયા વચ્ચે પણ સોમનાથ મહાદેવ શિવાલયનો સમગ્ર ભારતભરમાં ખુબ જ દબદબો છે. હાલના ડિજિટલ યુગમાં લોકો રોજ રોજ મોબાઈલ ફોનના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શન લાભ લઈ રહ્યા છે.

Advertisement

આ મંદિરના નવ નિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલનો સિંહફાળો છે. એણે મંદિરની ગરિમા પરત લાવવા દરિયાકાંઠે જળ અંજલી લઈને નવનિર્માણનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. એ પછી 11 મે ના રોજ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો. જે તે સમય મહાદેવજીને ભારતની 108 નદીઓ, સાત સાગરોના જળથી જળાભિષેક કરાયો હતો. સવારે 9.46 મિનિટે પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી. આજે પણ આ મંદિરના ગર્ભગૃહને સુવર્ણમંડિત કરવામાં આવ્યું છે. દ્વારશાખ અને આગળના સ્તંભો, નૃત્ય મંડપ, સભાગૃહના કળશો સુવર્ણજડિત બન્યા છે. મંદિર નાગર શૈલીના મહામેરૂપ્રસાદ દેવાલય છે. આ મંદિરને સાત માળ છે.


Share

Related posts

પતિએ જ પત્નીનું ગળું કાપી નાખ્યું એ પણ રોડની વચ્ચે…. સોશ્યલ મીડિયા પર વિડીયો થયો વાયરલ

ProudOfGujarat

અયોધ્યા   નગરમા આશરે  રૂપિયા ૨લાખ ઉપરાંત ની મતાની ચોરી થતા સનસનાટી

ProudOfGujarat

અંકલેશ્વર સ્થિત લુપીન કંપની માં ૫૦ વર્ષ પુર્ણ થતા ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!