Proud of Gujarat
FeaturedGujaratINDIA

સોમનાથ દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ હવે ડિજિટલ ડૉક્ટરની સેવાનો લાભ લઇ શકશે, જાણો.

Share

પવિત્ર યાત્રાધામ અને બાર જ્યોર્તિલીંગમાંના પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન માટે આવનારા ભક્તો હવે વધુ એક નવતર સુવિધા ડિજિટલ ડૉક્ટરનો લાભ પણ મેળવી શકશે. સોમનાથ ટ્રસ્ટને આ હેતુસર એક અદ્યતન હેલ્થ પોડ-ડિજિટલ ડૉક્ટર મશીન કેનેડાના દાનવીર મુકુંદ પુરોહિત પરિવાર દ્વારા ભેટ આપવામાં આવ્યું છે. આ ડિજિટલ ડૉક્ટર-હેલ્થ પોડ મશીન દ્વારા પાંચ મિનીટથી પણ ઓછા સમયમાં ઇ.સી.જી સહિત ર૦ થી વધારે મેડીકલ રિપોર્ટ મેળવી શકાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતીમાં દાતા મુકુંદભાઇ પુરોહિતે આ મશીન સોમનાથ ટ્રસ્ટને અર્પણ કરતો પત્ર સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી. કે. લહેરી, સેક્રેટરી યોગેન્દ્ર દેસાઇને ગાંધીનગરમાં અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીએ પુરોહિત પરિવારના આ માનવ આરોગ્ય કલ્યાણલક્ષી અભિગમની સરાહના કરી હતી. આ હેલ્થ પોડ ડિજિટલ ડૉક્ટર મશીનની મુખ્ય ખાસિયત છે કે તે બેઠા બેઠા જ વ્યક્તિનો ઇ.સી.જી કાઢી લે છે અને તે પણ ફકત પ મિનિટથી પણ ઓછા સમયમાં, આ મશીનથી બોડી માસ ઇન્ડેક્સ, બ્લડપ્રેશર, બોડી સેલ માસ, બોડી ફેટ માસ, બોડી, મીનરલ કન્ટેન્ટ, મીનરલ એન્ડ પ્રોટીન કન્ટેન્ટ, વીસકેરાલ ફટન્ડ અને બીજા અન્ય રિપોર્ટ આપે છે.

Advertisement

આ મશીન ટેલિમેડિસિન સાથે જોડાયેલું છે જેનાથી દર્દીનો રિપોર્ટ આવતાની સાથે જ તે પેનલ પર રહેલા એક્સપર્ટ ડૉક્ટર્સની સાથે એક ક્લિકથી વાત કરી શકે છે અને ડૉક્ટર રિપોર્ટ જોઇને દવા પ્રીસ્ક્રાઇબ કરે છે. આ મશીન સાથે જોડાયેલ ડાયેટિશિન ડૉક્ટર દર્દીનો ડાયટ ચાર્ટ બનાવી મોકલે છે.

આ મશીન દ્વારા પ્રાપ્ત થયેલ રિપોર્ટ દર્દીને તેના ઇમેઇલ પર, વોટ્સઅપ પર પણ મળે છે. ઇમેઇલ પર દર્દીના દરેક રિપોર્ટની ડિટેઇલ્સ મોકલવામાં આવે છે. આ મશીન અત્યંત આધુનિક ડિજિટલ ટેક્નોલોજીથી જોડાયેલ છે. મશીન દ્વારા નીકળતા દરેક રિપોર્ટ ક્લિનીકલી માન્ય છે એટલું જ નહિ, આઉટપુટ તથા વિડિઓ કોન્ફરેન્સની સુવિધા ધરાવતું મશીન જે ૪ ઇંચના થર્મલ પ્રિન્ટર, પેમેન્ટ ગેટવે સાથે જોડાયેલ છે. બાયોમેટ્રિક લોગીન, બારકોડે રીડર, સ્માર્ટકાર્ડ પેમેન્ટ અને બીજી અનેક પ્રકારની સુવિધાથી સજ્જ આ મશીન અંદાજે રૂપિયા ૧૦ લાખની કિંમત ધરાવે છે.


Share

Related posts

ગણેશોત્સવને લઈને રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, આ નિયમોનું કરવું પડશે પાલન.

ProudOfGujarat

“શિવભક્તોનો અખંડ તહેવાર એટલે શિવની રાત્રી મહા-શિવરાત્રી આવી રહી છે સંગ મહાદેવને ભરૂચ લાવી રહી છે.”૨૦૨૩ ની આવનારી મહાશિવરાત્રીની શિવભક્તો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું

ProudOfGujarat

નેત્રંગનાં ઢેબાર ગામના ત્રણ માનસિક અસ્થિર વ્યક્તિઓની વ્હારે આવ્યા મહિલા આગેવાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!