Proud of Gujarat
FeaturedGujaratINDIA

પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથમાં ભક્તો ઊમટ્યા : શ્રાવણના બીજા સોમવારે મહાદેવનાં દર્શન કરવા સવારથી દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી.

Share

પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે જગવિખ્યાત સોમનાથ મંદિરે શિવ ભક્તોનું ઘોડાપૂર ઊમટી પડ્યું હતું. વહેલી સવારે 4 વાગ્યે મંદિરનાં દ્વાર ખૂલ્યાં ત્યારથી ભાવિકો કતારબંધ લાઈનમાં ઉભા રહી મહાદેવને શીશ ઝુકાવી ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા હતા. યાત્રાધામ સોમનાથમાં મોટી સંખ્યામાં ઉમટેલા ભાવિકોના ૐ નમઃ શિવાય… હર હર મહાદેવના નાદથી મંદિર અને પરીસરનું વાતાવરણ શિવમય બન્યાની અનુભુતી લોકો કરી રહ્યા હતા.

શ્રાવણ માસના બીજા સોમવારને લઈ સોમનાથ મંદિરે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા તહેનાત કરવામાં આવી હતી. તો ટ્રસ્ટના અંદાજ મુજબ મંદિરના દ્વાર સવારે 4 વાગ્યે ખુલ્યા બાદ 8 વાગ્યા સુધીમાં એટલે ચાર કલાકમાં 15 હજારથી ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા હતા. મહાદેવજીને અલૌકિક શણગાર કરવામાં આવ્યો શિવની ભક્તિ માટે અતિઉત્તમ ગણાતા એવા પવિત્ર શ્રાવણ માસના આજે બીજા સોમવારે પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મંદિરે સવારે આજે પ્રાત શણગારમાં મહાદેવને મોતીઓથી અલંકૃત શ્વેત પીતાંબર સાથે ગુલાબ, મોગરા, બિલ્વપત્ર, જાસુદ, ડોલર સહિતના પુષ્પહારનો અલૌકિક શણગાર કરવામાં આવેલ હતો. તેમજ પ્રાતઃ મહાપૂજા આરતી કરવામાં આવેલ જેના દર્શન કરી શિવ ભક્તો ભાવવિભોર બની ગયેલ નજરે પડતા હતા. તો સવારે 8 વાગ્યે મહાદેવની વિવિધ પૂજાવીધીનો ભાવિકોને હસ્તે પ્રારંભ થયો હતો. આજે સવારે વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, ભાજપ પ્રવક્તા ભરતભાઈ ડાંગર સહિતના મહાનુભાવોએ પણ સોમનાથ પહોંચી મહાદેવને શીશ ઝુકાવી પૂજા અર્ચના કરી હતી. મંદિર પરિસરમાં ભવ્ય પાલખીયાત્રા નીકળી શ્રાવણ માસના બીજા સોમવારે સવારે નવ વાગ્યે સોમનાથ મહાદેવના મુખારવિંદ સાથે મંદિર પરીસરમાં પાલખીયાત્રા નિકળી હતી. જેમાં સ્વયં મહાદેવ પાલખીયાત્રા સ્વરૂપે મંદિર પરિસરમાં નગરચર્યાએ નિકળા હતા. ત્યારે પાલખીયાત્રામાં હર હર મહાદેવ… ૐ નમઃ શિવાય… નાદ સાથે મોટી સંખ્યામાં શિવ ભક્તોએ જોડાઈને પુણ્યનું ભાથું બાંધ્યું હતુ. તો બપોરના સમયે મહાદેવને મધ્યાહ્નન આરતી અને મહાપૂજા કરવામાં આવી હતી.

Advertisement

ભક્તોનું માનવ મહેરામણ ઊમટ્યું આજે શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારથી સોમનાથ મંદિર પહોંચવાના તમામ માર્ગે ઉપર શિવ ભક્તોનો મોટો સમુહ પ્રયાણ કરતો નજરે પડતો હતો. જેમાં કોઈ પગપાળા તો કોઈ ખાનગી વાહનોમાં સોમનાથ તરફ જતા જોવા મળતા હતા. તો યાત્રાધામ સોમનાથમાં જ્યાં જુઓ ત્યાં શિવભક્તોનું કીડયારૂ ઉમટેલ નજરે પડતુ હતુ. તો બીજા સોમવારને લઈ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની સૂચનાથી ડીવાયએસપી એમ.એમ.પરમાર દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવેલ હતો . મંદિરમાં ફરજ પરના સુરક્ષાકર્મીઓ બે સ્તરીય ચેકીંગ કર્યા બાદ જ ભાવિકોને પ્રવેશ આપતા હતા.


Share

Related posts

વલસાડ નગરપાલિકાના “સેવકો “મોગરાવાડીમાં નજર નાખો ગંદકીનો “નજારો “જોવા મળશે…

ProudOfGujarat

કાશિકા કપૂરે તેની પ્રથમ ડેબ્યૂ ફિલ્મ ‘આયુષ્મતી ગીતા મેટ્રિક પાસ’ના શીર્ષકની જાહેરાત કરી

ProudOfGujarat

કોપર વાયર ની ચોરી કરતી ગેંગના સાગરીતો ઝડપાયા….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!