જિલ્લાના તમામ તાલુકામાં ક્લાસવનને લાયઝન અધિકારી તરીકે નીમી જવાબદારી સોંપવામાં આવી રાજ્યના હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં છવાયેલા વરસાદી માહોલમાં સંભવિત વાવાઝોડા રૂપી તોફાની પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદ વરસવાની શકયતા દર્શાવતી આગાહી કરી છે. તો આવી કપરી સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા NDRF ની એક ટીમને સોમનાથ ખાતે મોકલી સ્ટેન્ડ બાય રાખી છે. તો ગીર સોમનાથ જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ બની આગોતરી તૈયારી કરી છે તો જિલ્લા કલેક્ટરએ જિલ્લા કરાયેલ ડિઝાસ્ટર અંતર્ગતની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સુચના આપી છે. તૈયારીઓની કલેક્ટરે સમીક્ષા કરી સૌરાષ્ટ્રમાં તથા દરિયા કિનારાના વિસ્તારોમાં આગામી દિવસોમાં તોફાની પવન ફૂંકાવવાની સાથે ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે લોકોના જાનમાલના રક્ષણ માટે રાજય સરકાર સાથે જે તે જિલ્લાઓનું વહીવટી તંત્ર પણ સતર્ક બન્યુ છે. જેમાં લાંબો સમુદ્ર કાંઠો ધરાવતા ગીર સોમનાથ જિલ્લાનું વહીવટી તંત્ર પણ સજ્જ બની સતર્કતાના પગલા ભરી રહ્યુ છે. જેની સમીક્ષા ખુદ કલેક્ટરએ કરી છે.
જે અંગે માહિતી આપતા જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલએ મિડીયાને જણાવેલ કે, હવામાન વિભાગની આગાહીને ગંભીરતાથી લઈ રાજય સરકારે ગીર સોમનાથ જિલ્લામાં 25 જવાનો સાથેની એક NDRF ની ટીમ તૈનાત કરી છે. જે ટીમ અત્રે પોતાના અત્યાધુનિક સાધનો – વાહનો સાથે આવી ગઈ છે. હાલ સોમનાથ બાયપાસ રોડ ઉપરના સેલ્ટર હોમમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે તમામ તાલુકા – ગ્રામ્ય કક્ષાએ રેસ્ક્યુ ટીમો તૈયાર કરવામાં આવી વધુમાં કલેકટર ગોહિલએ જણાવેલ કે, આપતકાલીન સમયમાં ઉપયોગ કરવા માટે બનાવાયેલ તથા અન્ય મળી જિલ્લામાં કુલ 29 સેલટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં વિકટ સમયે લોકોનું સ્થળાંતર કરી શકાય તે માટેની જરૂરી તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાનો કન્ટ્રોલરૂમ ઉપરાંત તમામ છ તાલુકા મથકે 24 કલાક કન્ટ્રોલ રૂમ કાર્યરત કરી દેવાયા છે. જેમાં કર્મચારીઓની ફરજ પણ સોંપી દેવામાં આવી છે. જિલ્લામાં અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાના આદેશ પણ કરવામાં આવ્યા છે. તો ભારે વરસાદ સમયે ઉભી થનાર વિકટ પરિસ્થિતિને ધ્યાને રાખી જિલ્લામાં તમામ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ રેસ્કયુ ટીમ તૈયાર કરવામાં આવી છે. તો જિલ્લાના દરેક તાલુકા દીઠ એક ક્લાસ વન અધિકારીની લાયઝનીગ અધિકારી તરીકે નિયુક્તી કરી જવાબદારી સોંપવામાં આવી છે. જે ભારે વરસાદ કે વાવાઝોડાની સ્થિતિ સમયે જે તે તાલુકામાં હાજર રહી કામગીરીનો દોર સંભાળશે.