Proud of Gujarat
FeaturedGujaratINDIA

હરિભક્તો માટે દુખ:દ સમાચાર : સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા : મુખ્યમંત્રીએ શ્રધ્ધાંજલી પાઠવી

Share

હરિભક્તો માટે દુખના સમાચાર સામે આવ્યા છે. સોખડા સ્વામિનારાયણ મંદિરના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા છે. 88 વર્ષની ઉંમરે તેમનુ નિધન થતા હરિભક્તો શોકમય બન્યા છે. સ્વામીજી BAPS ના પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ ભાઈ હતા. સોમવારે મોડી રાત્રે 11 વાગે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં નશ્વર દેહ છોડયો છે. લાંબા સમયથી સ્વામીજીની તબિયત નાદુરસ્ત રહેતી હતી. ત્યારે આજે સવારે 11 વાગે પાર્થિવ દેહ સોખડા મંદિરે લઈ જવાશે.

સ્વામી હરિપ્રસાદના દેશ વિદેશમાં રહેતા લાખો ભક્તો આઘાતમાં સરી પડ્યા છે. યોગી ડિવાઈન સોસાયટી દ્વારા તેમના નિધનની જાહેરાત કરવામાં આવી છે. તેમજ હરિધામ સોખડા (Haridham Sokhada) દ્વારા ટિ્વિટ કરીને સ્વામીજીના અક્ષરવાસ વિશે માહિતી આપવામાં આવી છે. સોસાયટી દ્વારા કહેવાયું કે, અનુપમ આત્મીયતા, અનેરી સરળતા, આગવી સહજતા, અનહદ સુહૃદભાવ અને અપ્રતિમ સાધુતાનું મૂર્તિમાન સ્વરૂપ એવા પરમ પૂજ્ય સ્વામીજીએ તેમની આ પૃથ્વીપટની પ્રભુપ્રેરિત યાત્રા દરિમયાન પ્રભુભક્તિ અને ગુરુભક્તિના અનોખા સમન્વયનું દર્શન કરાવ્યું. તેઓની આધ્યાત્મિક્તાનો ઉજાસ સમગ્ર સમાજને પ્રકાશિત કરતો રહ્યો છે. આપણી વચ્ચે તેઓની પ્રત્યક્ષ અનુપસ્થિતિના અા વિદાય હૃદયવિદારક સમયે સહુને બળ અને ધૈર્ય પ્રાપ્ત થાય તેવી પ્રભુચરણે-ગુરુહરિચરણે અંતરની પ્રાર્થના.

Advertisement

સંત હરિપ્રસાદ સ્વામીજી અક્ષરનિવાસી થયા બાદ આવતીકાલે 28 જુલાઇથી 31 જુલાઇ સુધી તેમના દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે અને 1 ઓગસ્ટે બપોરે 2:30 વાગ્યે તેમના અંતિમસંસ્કારની વિધિ કરવામાં આવશે. જોકે અંતિમ દર્શન કરવા માટે આવનારા હરિભક્તોને માસ્ક પહેરવાનું ફરજિયાત છે, માસ્ક પહેર્યું નહીં હોય તો દર્શન કરવા દેવામાં આવશે નહીં.

સોખડાના સંત હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન માટેનો કાર્યક્રમ સોસાયટી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. મંગળવાર 27 જુલાઈથી શનિવાર 31 જુલાઈ સુધી તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ રવિવાર 1 ઓગસ્ટના રોજ તેમની અંતિમ સંસ્કાર વિધી થશે. આ ત્રણ દિવસ દરમિયાન દેશવિદેશના ભક્તો અંતિમ દર્શન માટે આવશે. અંતિમ દર્શન માટે પ્રદેશ વાઈઝ દર્શન માટેનો દિવસ અને સમય નક્કી કરવામા આવ્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યોગી ડીવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજ આત્મીય યુનિવર્સિટીના પ્રણેતા પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના દેહ વિલય અને પરમધામ ગમન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે યુવાઓમાં વ્યસન મુક્તિ, શિક્ષા પ્રણાલીના પ્રચાર પ્રસાર સાથે આધ્યાત્મિકતા અને સમાજ માટે સમર્પિત થવાનો સેવા ભાવ ઉજાગર કરવામાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામીએ આજીવન સેવારત રહી આપેલું અમૂલ્ય યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે. તેમના દેહ વિલય અને પરમધામ ગમનથી લાખો શોકમગ્ન અનુયાયીઓના દુઃખમાં સહભાગી થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વામીશ્રીના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ કરી છે.


Share

Related posts

ભરૂચ : ગુમ થયેલ સગીર વયનાં બાળકને શોધી કાઢતી દહેજ પોલીસ.

ProudOfGujarat

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક ATM તોડી ચોરીનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ.

ProudOfGujarat

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં GST ના ચાલતા વિવાદનો અંત લાવવા કરાઇ રજૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!