સિસોદ્રાની વિદ્યાર્થિનીઓ ખેલમહાકુંભમાં 3 રમતમાં રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરશે
સિસોદ્રા-ગણેશવડ કન્યા શાળાની કન્યાઓ દર વર્ષે રાજ્ય કક્ષાની રમત સ્પર્ધામાં રમતી રહી છે અને આ વર્ષે પણ ખેલમહાકુંભ-2018 માં નવસારી જિલ્લામાં જુદી-જુદી રમતની ઇવેન્ટોમાં ભાગ લઇ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હતું.
આ શાળાની વિદ્યાર્થિનીઓએ નવસારી જિલ્લાની ખારેલ હાઇસ્કુલ, ગણદેવીમાં રમાયેલી ફૂટબોલ સ્પર્ધામાં પ્રથમ ક્રમ, કાંગવઇ હાઇસ્કુલ, ચીખલી ખાતે રમાયેલી વોલીબોલ સ્પર્ધામાં તૃતીય ક્રમ અને ડી.ડી.લો કોલેજ, નવસારી ખાતે રમાયેલ બાસ્કેટબોલ સ્પર્ધામાં સમગ્ર નવસારી જિલ્લામાં તૃતીય ક્રમે વિજેતા થયા હતાં. હવે આ તમામ વિજેતા ટીમો તેમજ ખેલાડીઓ સિલેક્ટ થઇ આવનારી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આ તમામ ખેલાડીઓને કોચિંગ શાળાના આચાર્ય જતીન ટંડેલે કર્યુ હતું. સૌજન્ય