સિહોર નગરપાલિકાના ફાયર ઓફીસર કૌશિક રાજ્યગુરુ તથા ફાયરમેન ધર્મેન્દ્ર ચાવડા, મુકેશભાઈ ગોસ્વામી, રાજુભાઈ વગેરે દ્વારા કોઈ અગમ્ય કારણોસર આગ લાગે તો શુ શુ પગલાં લેવા, તેને પહોંચી વળવા શું કરવું તે બધી માહિતી સિહોર નગરપાલિકા સ્ટાફ દ્વારા આપવામાં આવી. જેમાં ફાયર એક્ટિંગશર (ફાયર ના બાટલા)નો ઉપયોગ કેમ કરવો, અચાનક આગ લાગે તો તેને કેમ બુઝાવી વગેરે માહિતી ફાયર સ્ટાફ દ્વારા આપવામાં આવી અને સાથે સાથે ફાયર લગાવી લાઈવ ડેમો પણ આપવામાં આવ્યો જેના દ્વારા સેલ પેટ્રોલ પંપના સ્ટાફને એ સમજાવામાં આવ્યું કે અચાનક આગ લાગે તો તેને તાત્કાલીક કેમ કંટ્રોલ કરી શકાય છે ત્યારબાદ તેને એ પણ જણાવવામાં આવ્યું કે અચાનક આગ લાગે તો ફાયર વિભાગનો ટોલ ફ્રી નંબર ૧૦૧ માં ફોન કરી શકો તથા તમે નગરપાલિકા ફાયર કંટ્રોલમાં પણ તાત્કાલિક ફોન નં ૦૨૮૪૬ ૨૨૨૦૫૭ કરી ફાયર સ્ટાફ તથા ફાયરનું વાહન મંગાવી અને મોટું નુકશાન થતાં અટકાવી શકો. આ સમગ્ર પ્રસંગમાં નગરપાલિકા ફાયર વિભાગ હાજર રહ્યો હતો જેમાં વિવિધ રીતે લોકોને ફાયર થાય ત્યારે કઈ રીતે આગ બુજાવી તે બાબતે જાણકારી આપવામાં આવી હતી કે અન્ય સામાજિક અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.
સિહોર નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા સેલ પેટ્રોલ પમ્પ પર ફાયરની બેઝિક ટ્રેનિંગ યોજાઇ.
Advertisement