શ્રીનગર શહેરમાં લઘુમતી સમુદાયના બે શિક્ષકોની હત્યા બાદ શુક્રવારે મોડી સાંજે લશ્કર-એ-તૈયબાના આતંકી આકીબ કુમારને સુરક્ષા દળોએ એન્ટી એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. શોપિયાંના ટ્રેંગ ગામનો રહેવાસી આકીબ નવેમ્બર 2020 થી સક્રિય હતો. તેની પાસેથી એક એકે 47 રાઇફલ, બે મેગેઝિન અને ફળોથી ભરેલી બેગ મળી આવી હતી. અન્ય એક આતંકી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ શ્રીનગરના નાટીપોરામાં આતંકીઓએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. તેના જવાબમાં પોલીસે કરેલી કાર્યવાહીમાં લશ્કરનો એક આતંકવાદી માર્યો ગયો હતો. માર્યા ગયેલા આતંકવાદી પાસેથી મેળવેલા ઓળખપત્ર અનુસાર, તેની ઓળખ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા ટ્રેન્ઝ શોપિયાના આકીબ બશીર કુમાર તરીકે થઈ છે. રાત્રીના સાડા નવ કલાકે ગોળીઓના અવાજથી નાટીપોરા વિસ્તાર હચમચી ગયો હતો. લગભગ 15 મિનિટ સુધી ફાયરિંગ ચાલુ રહ્યું. આ દરમિયાન તમામ દુકાનો બંધ હતી અને વિસ્તારમાં સનાટો ફેલાયેલો હતો , શ્રીનગરમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષા દળો એલર્ટ પર છે. બીજી બાજુ શ્રીનગરના મેથનમાં બીજું એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.