જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકીઓએ ઈદગાહ વિસ્તારમાં ગવર્મેન્ટ બોયઝ હાયર સેન્ડરી સ્કુલમાં ઘુસીને ફાયરિંગ કર્યું. તેમાં પ્રિન્સિપલ સતિંદર કૌર અને શિક્ષક દીપક ચાંદનું મૃત્યુ થયું છે. સતિંદર કૌર શીખ અન દીપક ચાંદ કાશ્મીર પંડિત હતા. સુરક્ષાદળ ઘટના સ્થળે પહોંચી ગયું છે અને આતંકીઓને શોધખોળ ચાલુ છે. ઘાટીમાં નાગરિકોની હત્યા કરવાની આ છેલ્લા 5 દિવસમાં 7મી ઘટના છે, જેમાંથી 6 માત્ર શ્રીનગરની જ છે. જમ્મુ-કાશ્મીર શ્રીનગરનાં સફાકદલ વિસ્તારમાં આવેલી સરકારી બોયઝ હાયર સેકન્ડરી સ્કૂલમાં પ્રવેશ્યા બાદ આતંકવાદીઓએ બે શિક્ષકોની ગોળી મારીને હત્યા કરી હતી. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, તેમની ઓળખ શાળાનાં આચાર્ય સુખવિંદર કૌર અને શિક્ષક દીપક ચંદ તરીકે કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગરનાં ઈદગાહ વિસ્તારમાં આતંકવાદીઓ શાળામાં ઘૂસ્યા અને શિક્ષકો પર ગોળીબાર કર્યો. છેલ્લા ઘણા સમયથી શાંત રહેલી ખીણ ફરી એક વખત લોહિયાળ થઈ ગઈ છે.
ગુરુવારે, શ્રીનગરનાં સંગમ ઈદગાહ વિસ્તારમાં બિન-સ્થાનિક શિક્ષકો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં બંને શિક્ષકોનાં મોત થયા છે. વિસ્તારમાં તણાવ ફેલાયો છે. પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને હુમલાખોર આતંકીઓની શોધખોળ ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ફાયરિંગમાં મૃત્યુ પામેલા બે શિક્ષકો આચાર્ય સુખવિંદર કૌર અને શિક્ષક દીપક ચંદ છે. બંને સંગમ સ્કૂલમાં પોસ્ટ હતા. આ બંને અલ્લોચોઈબાગનાં રહેવાસી હતા. શાળાની અંદર હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. જ્યા હુમલો કરવામાં આવ્યો તે એક ઉચ્ચતર માધ્યમિક શાળા છે. બંને શિક્ષકોને ઘણા દિવસો સુધી નિશાન બનાવવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા દિવસોથી સતત ટાર્ગેટેડ હુમલાઓ થઈ રહ્યા હતા, આ હુમલો એ જ કડીમાં કરવામાં આવ્યો છે. કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે બે થી ત્રણ લોકો શાળામાં આવ્યા હતા.
તેમણે શાળાનાં આચાર્ય અને શિક્ષકનાં માથા પર ગોળીઓ ચલાવી હતી. ત્રણેય આતંકીઓ જણાવવામાં આવી રહ્યા છે.પાંચ દિવસમાં નાગરિકોની હત્યાની આ સાતમી ઘટના છે. મંગળવારે આતંકવાદીઓએ શ્રીનગરમાં બિન્દરૂ મેડિકેટનાં માલિક એમએલ.બિન્દરૂની ગોળી મારી હત્યા કરી હતી. આ પછી એક મજૂરની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરો આ વિસ્તારમાં સતત હુમલા કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કદાચ સતત રેકીથી લોકોને મારવામાં આવી રહ્યા છે અને કોને અને કેવી રીતે મારવા તે માટે સમગ્ર વિસ્તારમાં લોકો પહેલાથી જ પસંદ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. આતંકવાદીઓની શોધ માટે વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે, પરંતુ લોકો ડરી ગયા છે કારણ કે સતત હત્યા બાદ સુરક્ષા દળો હાઇ એલર્ટ પર છે, તેમ છતાં શાળામાં બે શિક્ષકોની હત્યાએ કરવામા આવી, જેણે હવે આ વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી છે.