દુકાન બંધ કરીને ઉભેલા વેપારી સાથે ચાર શખસોને કરી રોકડ રકમની લૂંટ પૈસા આપી દે કહીંને લોખંડનો પાઈપ મારીને ખિસ્સામાંથી રૂ.૧૯૮૦ લૂંટી લીધા પાઈપ વડે હુમલો કર્યો હતો, ને ગંભીરભાઈને પછાડી દિધા હતા, દેકારો થતા આસપાસમાં લોકો એકઠા થઈ ગયા હતા, તેમજ ચારેય શખસોએ તેના ખિસ્સામાંથી રોકડ રૂપિયા ૧૯૮૦ની લૂંટ કરીને નાસી ગયા હતા. ઈજાગ્રસ્ત ગંભીરભાઈને હોસ્પિટલમાં દાખલ કરાતા તેને ફેકચર આવતા પ્લાસ્ટર કરાયું હતું. આ મામલે ચારેય શખસોની સામે લૂંટ સહિતની કલમ નીચે ગુનો નોંધીને વધુ તપાસ બોરતળાવ પોલીસે હાથ ધરી હતી. ભાવનગર શહેરના ચિત્રા બેન્ક કોલોનીમાં કરિયાણાની દુકાન બંધ કરીને દુકાનની બહાર વેપારી ઉભા હતા એ સમયે ચાર શખસો આવીને રકમ માંગતા તેનો પ્રતિકાર કરતા લોખંડના પાઈપ વડે હુમલો કરીને રૂપિયા ૧૯૮૦ની લૂંટ કરીને નાસી ગયા હતા. શહેરના ચિત્રા બેન્ક કોલોનીમાં રહેતા ગંભીરભાઈ વશરામભાઈ રાઠોડએ બોરતળાવ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તે તેના ઘરની આગળના ભાગે મહાદેવ પ્રોવિઝન નામની દુકાન ચલાવે છે. દુકાન વધાવીને તે શટર પાડીને બહાર ઉભા હતા, એ સમયે આ જ વિસ્તારમાં રહેતા વિવેક ઉર્ફે મોત શંભુભાઈ મકવાણા, રાહુલ પ્રકાશભાઈ ઉર્ફે પાંચાભાઈ તથા રાહુલનો ભાઈ અને ચિરાગ ત્યા આવ્યા હતા અને કહ્યુ હતુ કે, તારી પાસે જેટલા પૈસા હોય એ આપી દે એટલે ગંભીરભાઈએ પૈસા આપવાની ના પાડી હતી.
દુકાન બંધ કરીને ઉભેલા વેપારી સાથે ચાર શખસોને કરી રોકડ રકમની લૂંટ
Advertisement