Proud of Gujarat
FeaturedGujaratINDIA

શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલનાં કંપાઉન્ડ વોલનું ખાત મુહરત કરવામાં આવ્યું હતું.

Share

શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલનાં કંપાઉન્ડ વોલ માટે પાવિજેતપુરનાં ધારાસભ્યશ્રી સુખરામભાઈ રાઠવા તથા જિલ્લા પંચાયતનાં ઉપ પ્રમુખ જગાભાઈ રાઠવાની સ્થાનિક વિસ્તાર વિકાસનાં અનુદાનમાંથી ગ્રાન્ટ ફાળવતા શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલ ખાતે ખાત મુહરત ધારાસભ્યશ્રી સુખરામભાઈ રાઠવા, જિલ્લા પંચાયતનાં ઉપ પ્રમુખ જગાભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શાળાનાં ટ્રસ્ટી શ્રી રણજીતસિંહ રાઠવા, તાલુકા પંચાયતનાં ઉપ પ્રમુખ અલકેશભાઈ રાઠવા, શિથોલ ગામના પૂર્વ સરપંચ ઉદેસિંગભાઈ રાઠવા તથા શાળાના આચાર્ય શાહિદ શેખનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાવિજેતપુરનાં ધારાસભ્યશ્રી સુખરામભાઈ રાઠવા તથા જિલ્લા પંચાયતનાં ઉપ પ્રમુખ જગાભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે શાળાનાં કંપાઉન્ડ વોલનું કાર્ય પ્લાન એસ્ટીમેટ મુજબ ઝડપથી પૂર્ણ થાય જેથી શાળાને આવનાર સમયમાં બોર્ડનાં પરીક્ષા કેન્દ્ર મેળવવામાં કોઈ મુશ્કેલી નડે નહીં. જ્યારે જિલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ શાળાના ટ્રસ્ટી શ્રી રણજીતસિંહ રાઠવાએ શાળાનું ધો.12 ની બોર્ડની પરીક્ષાનું 100 ટકા પરિણામ આવતા શાળાનાં આચાર્ય શાહિદ શેખ તથા સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવી આવી જ રીતે શાળા ઉતરોત્તર પ્રગતિનાં સોપાન સર કરે તેવી શુભેચ્છા આપી હતી.

Advertisement

Share

Related posts

પદ્માવત અંગે પ્રસૂન જોશીએ ખુલાસો કર્યો કે, આ બધી ગોસિપ કૉલમોની કમાલ છે

ProudOfGujarat

પ્રશાંત આશ્રમશાળા ખાતે બાળકોને નોટબુક પેનનું વિતરણ કરાયું

ProudOfGujarat

ભરૂચમાં પૂરગ્રસ્ત વિસ્તારના લોકોને રાહત પેકેજ જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસના અનશન, પોલીસે અનેક આગેવાનો અને કાર્યકરોની કરી અટકાયત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!