આજરોજ સિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિ ટ્રસ્ટ તેમજ સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ શિક્ષણ શિબિર સમાજની વાડી ખાતે યોજાયેલ જેમાં
સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ માનનીય જજ વ્યાસ સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર કાનૂની સેવા સમિતિના સેક્રેટરી વિજયભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કાનૂની સેવા સમિતિ દ્વારા વિનામૂલ્યે અપાતી કાનૂની સેવાઓ વિગેરેની જાણકારી પેરાલીગલ વોલીએન્ટર દ્વારા કોવિડ-19 પેંડેમીક અને વેકસીનેશન અંગેની સચોટ જાણકારી સિહોર શ્રી મારું કંસારા સમાજ ના પ્રમુખ તેમજ સિહોરના ન્યાય મંદિરના પેરાલીગલ મેમ્બર વરિષ્ઠ પત્રકાર, સામાજીક કાર્યકર હરીશભાઇ પવાર દ્વારા આપવામાં આવી હતી વિસ્તૃત માહિતી સાથે જણાવેલ કે સુપ્રીમ કોર્ટ/હાઇકોર્ટ દ્વારા વેક્સિન રસીકરણ અંગે તમામને ન્યાય મળવો જોઈએ આ સાથે હરીશભાઈ પવાર દ્વારા જણાવેલ કે શિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા સમાજની વાડી ખાતે સતત ૪ વેક્સિન રસીકરણના કેમ્પ યોજી સરકારશ્રી તેમજ આરોગ્ય વિભાગને સહકાર સાથે આ કંસારા બજાર વિસ્તારમાં ૧૦૦ ટકા વેક્સિન રસીકરણ આપવાની સાથે સર્વશ્રેષ્ઠ કામગીરી આ સંસ્થા દ્વારા કરવામાં આવી છે અને આ વિસ્તારના તમામ સમાજ નાઓ ઉમંગભેર, ભયમુક્ત વાતાવરણ અને સમાજ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર તેમજ જાહેર બોર્ડ.સોશિયલ મીડિયા દ્વારા તેમજ અખબારમાં વેક્સિન અંગે સમજણ આપી હતી, જેને લઇ કોરોના મુક્ત બનાવવા સરકારના કાર્યને સહભાગી બન્યા હતા તેમજ રસીકરણ કેમ્પ દરમિયાન સિહોર પ્રાંત અધિકારી રસીકરણ નોડલ અધિકારી રાજેશ ચૌહાણ, મામલતદાર નિનામા, ભાવનગર આર સી એમ કચેરીના અધિકારી તેમજ સિહોર પાલીકા ચીફ ઓફિસર મારકણા, સહિત કેમ્પની મુલાકાત અને પ્રસંશનીય કામગીરીને બિરદાવી હતી.
આ સાથે શિક્ષણ શિબિરમાં વિષયોને લઈ પેરાલીગલના મેમ્બર હરીશભાઈ પવારે કોરોના મહામારીને લઈ રસીકરણ અંગે માહિતી આપી હતી, અતુભાઈ પરમાર દ્વારા આંતર રાષ્ટ્રીય ન્યાય દિવસ અને સોલંકી એ વિશ્વ વસ્તી દિવસની માહિતી આપી હતી તેમજ આ સમગ્ર શિબિરનું સંચાલન રાજેશભાઈ આચાર્ય કરેલ આભાર વિધિ આનંદભાઈ રાણાએ કરેલ વધુમાં આ સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિનાં સેક્રેટરી વિજયભાઈ સોલંકીનું પેરાલિગલનાં સભ્યો દ્વારા પુષ્પ ગુચ્છથી સન્માન કરવામાં આવેલ તેઓ દ્વારા પેરાલીગલનાં સભ્યોને શિક્ષણ અંગેની માહિતગાર કરેલ તેમજ આ શિબિરને સફળ બનાવવા માટે પેરાલીગલ વોલીએન્ટરો હરીશભાઈ પવાર, આનંદભાઈ રાણા, રાજુભાઈ આચાર્ય અંતુભાઈ પરમાર, કેશુભાઈ સોલંકી, યુનુસભાઈ મહેતર તથા ભાવેશભાઈ ગોહિલે જહેમત ઉઠાવેલ તથા આ શિબિરમાં કંસારા બજાર તથા સમાજનાં આગેવાનો સહિત સારી એવી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમ મર્યાદિત સંખ્યામાં અને સંક્રમિત ન થાય તે માટે સરકારની ગાઈડલાઇનનું ચુસ્ત રીતે પાલન કરવામાં આવ્યું હતું.
હરીશભાઈ પવાર, સિહોર