વિજયસિંહ સોલંકી, શહેરા
શહેરા તાલુકાના ખેતતલાવડીના કૌળાડ બાબતે તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.અને આ મામલે શહેરાના ધારાસભ્યે જેઠાભાઇ ભરવાડે પત્રકાર પરિષદનુ આયોજન કરી કસુરવાર સામે પગલા અને ખેડુતોને તેમના હકના નાણા પાછા મળે તેવી ખાતરી આપવામા આવી હતી. શહેરા ખાતેના ધારાસભ્ય કાર્યાલય ખાતે પત્રકારોને વિગતો આપતા જણાવ્યુ હતુ કે” જિલ્લા સંકલન સમિતી અને ફરિયાદ સમિતીમાં પ્રશ્નોની ચર્ચા બાબતે પ્રશ્ન લખેલ હતો જેમા જણાવ્યા મુજબ શહેરા તાલુકામાં ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિ.ગોધરાની કચેરી દ્રારા શહેરા તાલુકામાં કઇ કઇ યોજનાના કામ મંજુર કરવામા આવેલ છે.તે બાબતે કઇ કઇ યોજનામાં કામ કરવામા આવેલ છે.?કઇ એજન્સી દ્રારા કામ કરવામા આવેલ છે.અને કેટલો ખર્ચ કરવામા આવેલ છે .તેની પત્ર લખી માહિતી માગી હતી.એ માહીતી અધુરી હોવા છતા જે માહીતી આપી તે તમામ ખેડુતોને પત્ર લખીને આ બાબતમા કોઇ કામ થયુ છેકે કેમ?નત્યારબાદ ખેડુતો મારી ઓફીસે આવેલા .ત્યારબાદ મે લિસ્ટ આપ્યુ તે પ્રમાણે કાગળ મોકલાવેલા, આ કાગળ પછી જેતે ડોકયુમેટ ખોટા બનાયા છે.ખેડુત પોર્ટલ રજિસ્ટ્રેશન કોણે કર્યુ છે.કોણે સહીઓ કરી છે.ખોટી રીતે ખેડુતોના નામે પેસા ઉપાડી લેવામા આવ્યા છે.ખોટા ડોકયુ મેન્ટ બનાવામા આવ્યા છે,તેની તપાસ પોલીસ અધિકારીઓને જણાવેલુ ત્યારબાદ પોલીસ અધિકારીએ ખેડુતોના અરજીઓ જવાબો શહેરા પોલીસ સ્ટેશનના પીઆઇ હસમુખ સીસારાએ લીધા.પુરાવા ભેગા કર્યા,જમીન વિકાસ નિગમ લિ.મદદનીશ નાયબ નિયામક કુશવાહ ને કાગળ લખી માહીતી માંગી,એમ.ડી દેત્રોજાને કાગળ લખ્યોસંપુર્ણ વિગત માગી ત્યારે માત્ર શહેરા તાલુકાની માહીતી આપી.જિલ્લાની ન આપી .કુશવાહને માહીતી ભેગી કરવા જણાવેલુ .અને એમડીને દેત્રોજાને કૌભાડ થયુ હોવાની જાણ કરેલી .ત્યારે તમે આમની વિરુધ્ધ તપાસ કરો.ત્યારે વિજીલન્સ તપાસ કરે તેમ જણાવેલુ .આ અંગે તેમને વિજીલન્સની તપાસ કરવા માટે પણ તેમનેપત્ર મોકલ્યો હતો. વધૂમા જણાવ્યુ હતુ કે શહેરા તાલુકાના ખેડુતે મને આવીને રજુઆત કરી હતી કે અમારી જાણ બહાર અમારા નામે ખેત તલાવડી બની હોવાનું જાણવા મળ્યું હતું પણ હકીકતમા એ ખેડુત કશુ જાણતો ન હતો જેને લઈને મારા દ્વારા તાલુકાના કેટલા ખેડુતોને ખેતતલાવડી મળી તેની માહીતી જમીન વિકાસ નિગમ લિ ગોધરા પાસે માગવામા આવી હતી.જે યાદી મારી પાસે આવતા મારા દ્વારા તમામ ખેડુતોને જાણ કરી હતી તેમા 160 જેટલા ખેડુતોના જાણ બહાર ખેતતલાવડી તેમના જમીનમા બની હોવાનું જણાવ્યું હતું. આ અગે ખેડુતો દ્વારા પોલીસને અરજી આપતા તપાસ દરમિયાન આ ખેતતલાવડીનું કરોડો રુપિયાનું મશમોટું કૌભાડ બહાર આવ્યું છે અને આમા જીલ્લા સહિતના અનેક અધિકારીઓ સામેલ હોવાનું મને લાગી રહ્યું છે. ભાજપ દ્વારા હંમેશા ગરીબ ખેડુતોની સાથે છે અને ન્યાય અને ખેડુતોના હકની જે રકમ છે તે પરત મળે તે માટે પ્રયાસો અમારા દ્વારા કરવામા આવી રહ્યા છે.આ કૌભાડમા સંડોવાયેલા કોઈ પણ અધિકારીઓ ,કર્મચારીઓને કડકમા કડક સજા થાય તેવી રજુઆત પણ કરવામા આવી છે