વિજયસિંહ સોલંકી, શહેરા
શહેરાનગર અને તેની આસપાસ ૧૦૦ જેટલા ગામો આવેલા છે. અહી આગ લાગવાના બનાવો બનતા હોય છે. ત્યારે શહેરાનગરમા કોઈ ફાયર ફાયટરની સુવિધા ઉપલબ્ધ ન હતી.તેને કારણે આગ લાગે ત્યારે ગોધરા કે લુણાવાડા જેવા શહેરોમાથી ફાયરફાયટર બોલાવી પડતી હતી ઘણીવાર તો ગ્રામ્ય વિસ્તારમા આગ લાગે અને ફાયરફાયટર વિભાગને જાણ કરવામા આવે તે પહેલા તો આગ ફેલાઈ ગઈ હોય છે.ત્યારે હવે આ અંગે રજુઆત તેમજ લોકમાંગ પણ કરવામા આવી હતી. હવે આ પરિસ્થિતી શહેરાનગર તેમજ આસપાસનાવિસ્તારોમા ઉભી થશે નહી કારણ કે હવે શહેરા નગરપાલિકાનેસરકાર દ્વારા ફાયરફાઈટરની સુવિધા આપવાનો નિર્ણય કરવામા આવ્યો છે. ગોધરા ખાતે ગૃહ રાજ્ય મત્રીપ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં તેમજ પદાધિકારીઓની ઉપસ્થિતીમા એક સમિક્ષા બેઠક યોજવામા આવી હતી. જેમા પ્રજાને સ્પર્શતા પ્રશ્નોની રજુઆત કરવામા આવી હતી. જેમા જીલ્લામા રસ્તા,પાણી,આરોગ્ય,જમીનના પ્રશ્નોને હલ કરવામા આવશે તેમ નિર્ણય કરવામા આવ્યો હતો. જેમા શહેરા નગર પાલિકાને ફાયરફાઈટરનીસુવિધા પુરી પાડવામા આવશેતેવો નિર્ણય પણ કરવામા આવ્યો હતો.શહેરાનગર પાલિકાના ફાયરફાઈટરની સુવિધા મળશે તો શહેરાનગર અને આસપાસના ૧૦૦થી વઘુ ગામોને આનો લાભ મળી શકશે.અને આગ લાગવાના બનાવો બને તે સ્થળેતાત્કાલિક પહોચી જવાને કારણે જાનહાની તેમજ આર્થિક નુકશાન અટકશે.જો કે શહેરનગરમાં વર્ષો પછી ફાયરફાઈટરની સુવિધાને આવકાર દાયક પણ ગણાવી છે.