ચોમાસાને ધ્યાને રાખી સેલવાસ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુનની કામગીરી પુરજોશમા ચાલી રહી છે. ખુલ્લી ગટરો કોતરોમાથી કચરો અને કાદવ કાઢવાની કામગીરી મજૂરો દ્વારા કરવામા આવી રહી છે. તેની સામે જે ઊંડી ચેમ્બરો છે તેમાં રોબટ દ્વારા સફાઈ કરવામા આવી રહી છે.
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં ગત વર્ષે ડોકમરડી ગૌશાળા રોડ પર ઊંડી ગટરની ચેમ્બર માં સફાઈ કરવા માટે મજૂરો ઉતર્યા હતા તેઓને ગેસની અસર થતા મજુરોનુ મોત થયુ હતુ જેથી પ્રસાશન દ્વારા પાલિકા વિસ્તારમા ચેમ્બર સાફસફાઈ માટે ખાસ રોબોટની ખરીદી કરવામા આવી હતી જેનો ઉપયોગ આ વર્ષે ચેમ્બર સફાઈ માટે કરવામાં આવી રહ્યો છે. આ માટે સ્ટાફને પણ ખાસ ટ્રેનિંગ આપવામા આવી છે. પાલિકા ઈજનેરના જણાવ્યા અનુસાર સેલવાસ નગરપાલિકા દ્વારા જે રોબોટ મશીન ખરીદવામા આવેલ છે એ આઈઆઈટીના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામા આવેલ છે જેનુ પેટર્ન કરાવવામા આવેલ છે દેશના યુટીઓમા પ્રથમ દાદરા નગર હવેલી પ્રસાશન દ્વારા એની ખરીદી કરવામા આવેલ છે જેની અંદાજીત કિંમત 39 લાખ રૂપિયા છે. આ મશીનના ઉપયોગથી ઘણી રાહત થઇ છે અગાઉ ચેમ્બરોમા કામદારોને ઉતારવા પડતા હતા જે હવે આ રોબોટ મશીન દ્વારા કામગીરી થઇ રહી છે.
સેલવાસ પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી માટે ખાસ રોબોટનો ઉપયોગ કરાયો.
Advertisement