રોટરી ડિસ્ટ્રિક્ટ ૩૦૬૦ નો એવોર્ડ સમારોહ સેલવાસ ખાતે યોજાયો હતો. આ એવોર્ડ સમારોહમાં રાજેશ નાહતાના નેતૃત્વમાં અંકલેશ્વરને બેસ્ટ ઓફ ક્લબનો એવોર્ડ આપવામાં આવ્યો. રોટરી પ્રેસિડન્ટ રાજેશ નાહતાને તેમની સરાહનીય કામગીરી બદલ જિલ્લાના બેસ્ટ પ્રેસિડન્ટનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૦-૨૧ માં ૧૮ કરોડના સર્વાધિક પ્રોજેક્ટ કરવાના હેતુ સર્વિસ પ્રોજેક્ટનો સર્વોત્તમ એવોર્ડ તથા રોટરીની સંસ્થા રોટરી ફાઉન્ડેશનને જિલ્લામાં સર્વાધિક દાન આપવા બદલ સર્વોત્તમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
આ ઉપરાંત પબ્લિક ઈમેજ એચ.યુ.એમ.એફ એવોર્ડ, કોરોના કાળ દરમિયાન આપવામાં આવેલી સર્વ શ્રેષ્ઠ કામગીરી બદલ, મોબાઈલ બ્લડ પ્રોજેક્ટ, મેટરનલ ચાઈલ્ડ અને સ્વાસ્થ્ય સેવા બદલ તથા બધા જ ક્ષેત્રમાં કરેલી શ્રેષ્ઠ કામગીરી બદલ ૩૮ થી વધુ એવોર્ડ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રસાદ જાની દ્વારા આપી સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત આસિસ્ટન્ટ ગવર્નર ઈશ્વર સજ્જનને ડિસ્ટ્રિક્ટ ના ગવર્નર એવોર્ડ તથા ઈશ્વર સજ્જનને હિતેન આનંદપુરાને ટોપ ટેન રોટરીએનનો એવોર્ડ આપવામાં આવ્યો. રોટરી જિલ્લા ૩૦૬૦ ની ૧૦૦ થી વધુ ક્લબોમાં અંકલેશ્વર ક્લબને સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત થયા જે જીલ્લા માટે ગર્વની વાત કહી શકાય. આ હેતુથી પ્રેસિડેન્ટ રાજેશ નાહતા તથા સેક્રેટરી અશ્વિન મારકના દરેક રોટરી સદસ્ય તથા ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રશાંતભાઈ જાની, ફર્સ્ટ લેડી રોટરીએન હેતા જાની તથા ટીમનો આભાર માન્યો હતો. હાલમાં જ પ્રેસિડેન્ટ રાજેશ નાહતાને રોટરી ૩૦૬૦ માં રોટરી વર્ષ ૨૦૨૨-૨૩ માટે આસિસ્ટન્ટ ગવર્નર બનાવવામાં આવ્યા છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ