શહેરા,
૨૧ જુન નો દિવસ સમગ્ર વિશ્વમા આંતર રાષ્ટ્રિય યોગ દિવસ તરીકે મનાવામા આવે છે.જેમા સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ પણ પોતાનો સહયોગ આપી રહી છે.જેમા વિશ્વને શાંતીનો માર્ગ દેખાડનારા બ્રહ્માકુમારી સંસ્થાદ્વારા પણ યોગના પ્રચાર પ્રસાર મા મહત્વ પુર્ણ યોગદાન છે,ભારત સરકારના આયુષ મંત્રાલયે પણ યોગને સંસ્થાના કાર્યોને બિરદાવ્યા છે. શહેરા નગરના આવેલી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયની
મેડીકલ વિંગ રાજયોગ એજયુ કેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્રારા ” યોગ પ્રશિક્ષણ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા જિલ્લા શિક્ષણાધિકારી અર્ચનાબેન ચૌધરીએ કાર્યક્રમને દીપ પ્રાગટય કરી ખુલ્લો મુકયો હતો.બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે રાખવામા આવેલા આ કાર્યક્રમમા મોટી સંખ્યામા લોકો હાજર રહ્યા હતા. કાર્યક્રમમા રાજયોગ અભ્યાસ,પ્રાણાયમ એકયુ પ્રેશર પધ્ધતિથી બિમારીઓથી મુકત થવાના ઉપાયો પણ યોગનિર્દશનથી બતાવ્યા હતા,આ ક્રાર્યક્રમમા સરકારી અધિકારીઓ, પોલીસ કર્મીઓ, હોમગાર્ડસ,શાળાઓના આચાર્યો,શિક્ષકગણો,
વિધાર્થીઓ મોટી સંખ્યામા હાજર રહી યોગ કર્યા હતા.યોગવિશેષજ્ઞ હિતેન સોલંકીએ યોગ કરાવ્યા હતા.
બ્રહ્માકુમારી સંસ્થા દ્રારા એક યોગ પ્રશિક્ષણ શિબીરનુ આયોજન
Advertisement