Proud of Gujarat
INDIAFeaturedGujarat

સાયલાથી ચોટીલા તરફ ગોસળ પાસે કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો.

Share

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાથી ચોટીલા તરફ ગોસળ પાસે કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી. જેથી અકસ્માત થતા કારમાં સવાર 6 લોકોને ઇજા થઈ હતી. આ અકસ્માતના બનાવને પગલે હાઇવે પર ટ્રાફિક જામ પણ થઇ ગયો હતો.

લાઠીદડથી તમામ લોકો ચોટીલા કાર લઈ દર્શને જતા હતા. જે દરમિયાન સાયલા ચોટીલા હાઇવે પર ગોસળ પાસે અકસ્માતનો બનાવ બન્યો પામ્યો હતો. જેમાં કારમાં સવાર 6 લોકોને ઈજા થઈ હતી. જેમાં મહિલા તેમજ બાળકીને ગંભીર ઇજા પહોંચી છે. 108 દ્વારા તમામ ઇજાગ્રસ્તોને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્તોમાં અશોક પરસોતમ પુરાણી, કમળાબેન પરસોતમભાઈ પુરાણી, સોનલબેન અશોકભાઈ પુરાણી, ખુશી અશોકભાઈ પુરાણી, રાહુલ અશોકભાઈ પુરાણી, આર્યન દિલીપભાઈ પુરાણીનો સમાવેશ થાય છે. આ અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી તેમજ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કાર પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. જેને ધ્યાને લઈને પરિવારજનોમાં પણ ચિંતા જોવા મળી હતી.

Advertisement

Share

Related posts

વાલીયા ઔદ્યોગિક તાલિમ સંસ્થા ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

સુરત: સચિન વિસ્તારમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયા નું સામે આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે….

ProudOfGujarat

ખ્રિસ્તી સમાજ પર થતા ખોટા આક્ષેપ અંગે રદિયો આપવા ખ્રિસ્તી સમાજે આવેદનપત્ર પાઠવ્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!