સાયલા તારીખ 14/11/18
કલ્પેશ કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
ઉમાપુરથી સાયલા નોકરી પર જવા ઇક્કો કારમાં બેઠા બાદ ચાલકને તાબે ન થતા માથામાં બોથડ પદાર્થ મારી કરી હત્યા
સાયલાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી નર્સ પર વાટાવછના ઇક્કોના ચાલકે બળાત્કારનો પ્રયાસ કરતા તાબે ન થતા નર્સના માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કર્યાનું પોલીસમાં નોંધાતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે ઇક્કો ચાલક કાઠી શખ્સ સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાયલા તાલુકાના ઉમાપુર ગામના વતની અને સાયલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતા દિપ્તીબેન રાયધનભાઇ વજકાણી નામની ૨૮ વર્ષની કોળી પરિણીતા વડીયા ગામના તળાવ પાસે ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં કુટુંબીના ધ્યાને આવતા તેણીના પતિ રાયધનભાઇ કોળીને ઘટના સ્થળે બોલાવ્યા બાદ સારવાર માટે સુરેન્દ્રનગર અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવે તે પહેલાં સાણંદ નજીક પહોચ્યા ત્યારે દિપ્તીબેનનું મોત નીપજ્યું હતું.
ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં દિપ્તીબેન કોળી દિવાળીની રજામાં ઉમાપુર ગામે પોતાના વતન આવ્યા હતા અને ગઇકાલે સવારે સાયલા ફરજ પર હાજર થવા માટે જવા ઉમાપુરથી શાંતુભાઇ બાવકુભાઇ ખાચરની ઇક્કો કારમાં બેઠા હતા. ઇકકો કારમાં દિપ્તીબેન કોળી એકલા જ બેઠા હોવાથી વડીયા ગામ નજીક પહોચ્યા ત્યારે કાર ચાલક શાંતુભાઇ ખાચરે દિપ્તીબેન પર નિર્લજ્જ હુમલો કરતા તેને તાબે ન થતા શાંતુભાઇ ખાચરે માથામાં બોથડ પદાર્થ મારી તળાવ નજીક ફેંકી ભાગી ગયાનું દિપ્તીબેન કોળીએ પોતાના પતિ રાયધનભાઇને જણાવ્યું હતું.
દિપ્તીબેન કોળીને અમદાવાદ હોસ્પિટલ પહોચે તે પહેલાં સાણંદ નજીક મૃત્યુ નીપજતા લાશને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મેડિકલ કોલેજમાં ખસેડી હતી.
સાયલા પી.એસ.આઇ. રાણા સહિતના સ્ટાફે રાયધનભાઇ ભનાભાઇ કોળીની ફરિયાદ પરથી ઇક્કો ચાલક શાંતુભાઇ બાવકુભાઇ ખાચર સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.