બોટાદ શહેરના હાર્દ સમા વિસ્તારની અંદર માતેલા સાંઢની જેમ પુરપાટ દોડતા ડમ્પરથી અકસ્માત સર્જાવાનો ભય રહેલ છે. અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ…? તેવો સવાલ આમ જનતામાંથી ઉઠવા પામ્યો છે. બોટાદ શહેરમાં પાળીયાદ રોડ, ટાવર રોડ તુરખા રોડ પર કાકરી ભરેલા ડમ્પરો ઓવરલોડ ભરેલા અને પુરપાટ ઝડપે માતેલા સાંઢની જેમ દોડી રહ્યા છે. પાળીયાદ રોડ પર અનેક નાની મોટી સ્કૂલ કોલેજો આવેલી છે. તેમજ તુરખા રોડ પર પણ સ્કૂલો આવેલી છે. ત્યારે વહેલી સવારથી સ્કૂલ વાહનો બાળકોને લઈને સ્કૂલે જતા હોય છે ત્યારે કાકરી ભરેલા ડમ્પરો ઓવરલોડ ભરેલા સવાર સવારમાં પૂરપાટ ઝડપે દોડતા હોય છે. આવા સમયે અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ…? અકસ્માત સર્જાય તે પહેલા આવા ડમ્પર ઉપર તંત્ર દ્વારા બ્રેક લગાવવા લોકોમાં ઉઠવા પામી છે. આમ આવા ટ્રક વારંવાર અકસ્માત સર્જતાં હોઈ છે જેના કારણે આ અકસ્માતથી ઘણી વખત અન્ય વ્યક્તિઓને નુકશાની પણ થતી હોય છે.
બોટાદમાં માતેલા સાંઢની જેમ પૂરપાટ દોડતા ડમ્પરો, નગરજનોમાં ફફડાટ.
Advertisement