માળીયા હાટીના તાલુકાના જૂના ગડોદર ગામે જયેશ લખમણભાઇ મજેઠીયા ઉંમર વર્ષ 28 અને માંગરોળ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર પિયુષ પરમાર અગાઉ કોંગ્રેસ પક્ષમાં સાથે હતા. પિયુષભાઈ આમ આદમી પાર્ટીમાં અને જયેશ મજેઠીયા ભાજપમાં જોડાઈ ગયા હતા. જયેશ નવી પ્રાથમિક શાળા ખાતે મતદાન કરી ગામના ગેઈટ પાસે પહોંચતા દીપક લખુંભાઈ સિંધવ સામે મળ્યા હતા અને તેણે ગાળો આપી હતી અને સાંજ સુધીમાં તારા ટાંટિયા ભાંગી નાખવા છે તેમ કહી ધમકી આપી હતી બાદમાં જયેશ તેના ઘરે જતો રહ્યો હતો રાત્રિના દસેક વાગે જયેશ તેના ઘરે હતો ત્યારે દીપક લખુભાઈ સિંધવ ‘આપ’ના માંગરોળ બેઠકના ઉમેદવાર પિયુષ લખુભાઇ પરમાર, દિપક લખુભાઇ સિંધવ, દિલાવર અમરાભાઇ સિંધવ, ઘનશ્યામ હીરાભાઈ સિંઘવ, ધર્મેશ રણવીરભાઈ સિંધવ તથા વિજય ઘેલા ઉભડિયાએ ત્યાં જઈ જોર જોરથી રાડો પાડી જયેશને જા તારા ભાજપ વાળાને બોલાવીલે તેમ કહી જયેશનો કોલર પકડી ઢીકાપાટુનો માર મારી ગાળો આપી હતી અને આજે તો તું બચી ગયો છે ગામ મૂકી દેજે નહીંતર ટાંટિયા ભાંગી નાખશું અને મારી નાખશું એવી ધમકી આપી હતી. બાદમાં આ લોકો જતા રહ્યા હતા આ અંગે ભાજપના કાર્યકર જયેશ મજેઠીયા એ ફરિયાદ કરતા માળિયા હાટીના પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જુના ગડોદરમાં ભાજપના કાર્યકર પર આપના ઉમેદવાર સહિત 6 નો હુમલો.
Advertisement