ગુજરાતમાં ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિની ઉજવણી માટે ભક્તોએ તૈયારીઓ શરૂ કરી હતી. આ વખતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી 19 ઓગસ્ટ 2022 ના રોજ ઉજવવામાં આવી. કૃષ્ણ જન્માષ્ટમીને ગોકુલાષ્ટમી અને શ્રી કૃષ્ણ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમી પર મંદિરોમાં વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન ભક્તો ભગવાન કૃષ્ણની જન્મજયંતિ ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. મોડી રાત સુધી રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણ સાથે સંબંધિત કેટલાક ઉપાયો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે. કહેવાય છે કે જન્માષ્ટમીની રાત મહત્વની અને ખાસ હોય છે. આ રાત્રે લેવાયેલા ઉપાયો અસરકારક સાબિત થાય છે.
ત્યારે જુના ડીસા ગામે હનુમાન મંદિર કુટીયા ખાતે ભગવાન શ્રીકૃષ્ણની જન્મની ધામધમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો અને ગામના હિન્દુ ધર્મના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદથી આખું ગામ ગુંજી ઉઠયું હતું.