ગુજરાતમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવણી માટે ભક્તોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કૃષ્ણ જન્માષ્ટમીને ગોકુલાષ્ટમી અને શ્રી કૃષ્ણ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમી પર મંદિરોમાં વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન ભક્તો ભગવાન કૃષ્ણની જન્મજયંતિ ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. મોડી રાત સુધી ભજન કીર્તનનું આયોજન કરવામાં આવે છે. જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણ સાથે સંબંધિત કેટલાક ઉપાયો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે. કહેવાય છે કે જન્માષ્ટમીની રાત મહત્વની અને ખાસ હોય છે. વર્ષોની પરંપરા મુજબ ડીસા તાલુકાના જુના ડીસા ગામે જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભવ્ય લોકમેળો ભરાય છે પરંતુ બે વર્ષની કોરોના વાયરસની મહામારીના કારણે લોકમેળો મોફુક રાખવામાં આવ્યો હતો ત્યારે આ વર્ષે કોરોના વાયરસની મહામારી દુર થતાં આજરોજ જન્માષ્ટમીના દિવસે ભવ્ય લોકમેળો ભરાયો હતો જેમાં આજુબાજુના ગ્રામિણ વિસ્તારનાં લોકો લોકમેળામાં જનમેદની ઉમટી પડી હતી. આ લોકમેળામાં ઠેર-ઠેર નાસ્તાના સ્ટોલ સાથે ચકડોળ સહિત મનોરંજન સ્થળ ગોઠવી દેવામાં આવ્યા હતાં જેમાં મોટીસંખ્યામાં લોકો લોકમેળામાં મનોરંજનની મજા માણી હતી.
જુના ડીસા ગામે જન્માષ્ટમી પર્વ નિમિત્તે લોકમેળો ભરાયો.
Advertisement