સૌરાષ્ટ્રમાં હાલ જન્માષ્ટમી તહેવાર છે અને જન્માષ્ટમીના તહેવારનું સૌરાષ્ટ્રમાં ખુબ જ મહત્વ છે ત્યારે સાતમ આઠમની રજાઓમાં ઠેર ઠેર લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. રાજકોટ, ગોંડલ, પોરબંદર, અમરેલી તેમજ નાના મોટા અનેક મેળાઓ થતા હોય છે ત્યારે લોકમેળામાં અનેક વખત દુર્ઘટના બની છે એવામાં ગઈકાલે ગોંડલના લોકમેળામાં ચાલુ રાઈડ પરથી એક યુવક પટકાયો હતો. આ ઘટનાથી લોકોમાં ભય ફેલાય ગયો હતો રાજકોટ જિલ્લામાં આવેલા ગોંડલનો આ મેળામાં આ ઘટના બની હતી અને આ દુર્ઘટનામાં જે વ્યક્તિ નીચે પટકાઈ પડ્યો હતો તેનું નામ લાલજીભાઈ મકવાણા વાછરા ગામના વાતની છે જે તેઓ મેળો કરવા માટે ગોંડલ આવ્યા હતા.
ગોંડલના લોકમેળામાં લાલજીભાઈ મકવાણા લોકમેળાની રાઈડ પરથી પટકાયા બાદ તેઓને સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અગાઉ પણ અનેક મેળાઓમાં આવી ઘટના બની ગઈ હોવા છતાં પણ રાઈડ માલિકોની બેદરકારીને કારણે યુવક ચાલતી રાઈડ પરથી નીચે પટકાયો હતો. એક તરફ સાતમ આઠમના તહેવારમાં લોકો ખુશી ખુશી રીતે તહેવાર ઉજવતા હોય છે ત્યારે આવી ઘટનાથી ખુશીના માહોલ વચ્ચે દુઃખનો માહોલ સર્જાયો હતો.
હાલ સાતમ આઠમની તહેવારોની રજાઓ હોવાથી સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર મેળાઓ ભરાય છે અને લોકો તહેવારની રજાઓને કારણે મેળાઓ કરવા જાય છે ત્યારે આવા કિસ્સાઓ બને ત્યારે લોકોએ વધુ તકેદારી રાખવી હિતાવહ છે અને તંત્રએ પણ લોકમેળા અગાઉ રાઈડની સંપૂર્ણ તાપસ કર્યા વગર જ રાઈડને મંજૂરી ન આપી દેવી જોઈએ.