અધિક માસમાં અનરાધાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જૂનાગઢ જિલ્લામાં માળીયાહાટીના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકતા 4 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે.
ત્રીજા રાઉન્ડની શરુઆત જુનાગઢ જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે. ગીર સોમનાથ, જુનાગઢ ભારે પ્રભાવિત જિલ્લાઓ છે. ભારે વરસાદના કારણે બે કલાકમાં માળીયામાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે જ્યારે પુર જેવી સ્થિતિ પણ સામે આવી છે. કેમ કે, લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. કેશોદ, માંગરોળ રોડ પર બંધ કરવો પડ્યો છે. લોકોને અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. ભાદર નદીમાં પણ પાણી ઘેડ પંથકમાં ફરી વળી શકે છે.
ગીર સોમનાથ પ્રભાવિત થઈ રહ્યું છે. ત્યાં મુસળધાર વરસાદ પડ્યો છે. વેરાવળમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે પાણી જ પાણી જેવી સ્થિતિ નીચાણવાળા વિસ્તારમાં જોવા મળી રહી છે. પાણી ભરાતા હાલાકી વધુ પડી રહી છે. તાલાલા વિસ્તારમાં આભ ફાટ્યું હોય તેમ વરસાદ પડ્યો છે.
હીરણ 1 અને 2 ના આ બન્ને ડેમના 4 ફૂટ જેટલાટ દરવાજા ખોલવાની ફરજ પડી રહી છે. જળસ્તર મહત્તમ સપાટી ક્રોસ કરે તેવી શક્યતાને પગલે ડેમના દરવાજા ખોલાયા હતા. હીરણ નદીમાં રહેલા મગર રસ્તા પર આવ્યા હોવાનું સામે આવ્યું છે. અતિ ભારે વરસાદના કારણે જનજીવન પર મોટી અસર પહોંચી છે.