Proud of Gujarat
FeaturedGujaratINDIA

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચોરી કરતા પકડાયેલ વિદ્યાર્થીઓને સંભળાવી સજા.

Share

સૌરાષ્ટ્ર યુનિ.માં પરીક્ષામાં ગેરરીતી આચરતા વિઘાર્થીઓને સજા માટે ઇ.ડી.એ.સી.ની બેઠક આજે બીજા દિવસે પણ મળી હતી. જેમાં આજે એક વિઘાર્થી કે જે પરીક્ષા ખંડમાં મોબાઇલ લઇને જતા તેને 1+4 પરીક્ષાની સજા સંભળાવવામાં આવી હતી. તેથી આ વિઘાર્થી બે વર્ષ સુધી પરીક્ષામાંથી બાકાત રહેશે અને કોઇપણ જગ્યાએ પરીક્ષા નહી આપી શકે. જેમાં 31 હજાર રહ્યા, એક વિદ્યાર્થીને 1+ 4 જયારે 30 વિદ્યાર્થીને 1+1 સજા સંભળાવાય ઉલ્લેખનીય છે કે આજે બીજા દિવસે યુનિવર્સિટીમાં કુલપતિ ગીરીશ ભિમાણીની અઘ્યક્ષતામાં મળેલી એકઝમિનિશન ડીસીપ્લીનરી એકશન કમીટીની એક બેઠક મળી હતી. જેમાં આજે 43 ગેરરીતીમાં પકડાયેલા વિઘાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. જોકે તેમાંથી 11 વિઘાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
જયારે 31 વિઘાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાંથી 1 વિઘાર્થીને 1 + 4 જયારે 30 વિઘાર્થીઓને 1+1 ની સજા સંભળાવાઇ હતી.

આજે બોલાવેલી વિઘાર્થીઓમાં એલ.એલ.બી., એમ.એ., બી.બી.એ., બી.એસ.સી. અને બી. કોમના વિઘાર્થીઓ હતા. જેમાં રાજકોટની એક પ્રખ્યાત કોલેજનો વિઘાર્થી કે જે પરીક્ષા ખંડમાં મોબાઇલ લઇને પ્રવેશ કર્યો હતો અને સુપરવાઇઝરે કોપી કેસ કરતા આજે તેને 1+ 4 ની સજા થઇ હતી. આ વિઘાર્થી હવે બે વર્ષ સુધી એકપણ જગ્યાએ પરીક્ષા નહી આપી શકે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ટંકારીયામાં વધતા જતા ચોરીઓનાં બનાવો અટકાવવા સ્થાનિક આગેવાનોએ કરી પોલીસમાં રજુઆત, એક બાદ એક અનેક બનાવોએ ગ્રામજનોને મુકયા ચિંતામાં..!!!

ProudOfGujarat

ભરૂચનાં દેત્રાલ ગામ ખાતે મંદિરના ટ્રસ્ટની માલિકીની જગ્યામાં અન્ય બાંધકામ કરાતા આવેદનપત્ર પાઠવાયુ.

ProudOfGujarat

વડોદરા તાલુકાના પોર સ્થિત બળીયાદેવ મંદિર પાસે વહેતી ઢાઢર નદી પર રૂપિયા ચાર કરોડના ખર્ચે કોઝ વે નું નિર્માણ કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!